________________
૧૦૮
સ્વરૂપસાધનાનાં સોપાન સ્વને વેદે છે. વળી પર પદાર્થને કોઈ ઇરાદાથી કે સંકલ્પથી જાણવાનું હોય ત્યાં સુધી રાગદ્વેષના વિકલ્પો થાય છે. માટે પરમાત્મ તત્ત્વમાં લીન થવાનું છે જેથી વિકલ્પોનો સર્વથા નાશ થઈ નિર્વિકલ્પદશા આવે. ત્યાગ વિરાગના વિકલ્પો શુભ છે પરંતુ ધ્યાનદશામાં તે ત્યજવાના છે, સતુ
સ્વરૂપમાં કે પરમાત્મ તત્વમાં લીન થવાનું છે. સંસાર અસાર છે એવો નિર્ણય થયા પછી સંસારભાવનો વિચ્છેદ, સંબંધનો અભાવ થાય તે સારરૂપ છે. પરમાત્મતત્ત્વ સારરૂપ હોવા છતાં હું અસારમાં જ રહ્યો ! મેં પરમાત્મતત્ત્વ સાથે દઢ સંબંધ ન બાંધ્યો.
ગુણસ્થાનકો એ કોઈ બાહ્ય સાધન નથી. અંતરના ભાવો છે. તેમાં આત્માના શુદ્ધભાવની વૃદ્ધિ થતી જાય છે. ગુણાતીત થવા માટે તે આરોહણ છે.
અનંતાનુબંધી કષાય માત્ર ક્રિયા, પૂજા આદિથી ખપતા નથી, પણ પરમાત્માના સત્ સ્વરૂપને જાણી, દાન, સંપત્તિનો સદ્ઉપયોગ કરી દોષોને ખપાવે તો કષાયો ટળે, વળી પરમાત્માના ધ્યાનથી મિથ્યાત્વ મોહનીય ટળે. તે પ્રમાણે નવકારમંત્ર પ્રત્યેક આત્માની સાધના અને સાધ્ય છે. જ્ઞાન-દર્શન, ચારિત્ર, તપ, વીર્ય એ આત્માના ઉપયોગ-ગુણ-સ્વરૂપ છે. તેના લક્ષ્ય પંચાચારના પાલનપૂર્વક ધર્મ છે. એ પાંચે ગુણનો સમૂહ તે આત્મસ્વરૂપ છે. જીવ માત્રનો સ્વરૂપ ધર્મ તીર્થંકર પરમાત્માએ જૈનધર્મ નામે બતાવેલ છે. સંપ્રદાય તરીકે નહિ.
પરમાત્માએ કોઈ ધર્મ - સંપ્રદાય સ્થાપ્યો નથી. જીવ માત્રનો સ્વરૂપ ધર્મ સ્થાપ્યો છે. જીવમાત્રમાં પૂર્ણજ્ઞાનનિધિ પડેલી છે તેને પ્રગટ કરવા સાધના બતાવી છે. જગતમાં જેમ પ્રકાશ છે તેમ વિશ્વમાત્રમાં સંશિપંચેન્દ્રિય જીવોમાં જે જે શુભ ભાવો પ્રગટ થાય છે, તે તીર્થકર પરમાત્માએ પ્રરૂપેલા ધર્મનો પ્રકાશ છે. માટે સર્વત્ર સ્યાદ્વાદ શૈલીથી સમજવા પ્રયત્ન કરવો.
વ્યવહાર ધર્મમાં ન્યાય – પ્રમાણિકતા કરતા દયાદાનની વિશેષતા છે. ન્યાય – પ્રમાણિકતા તે લોકધર્મ છે. પ્રમાણિકતામાં તમે અન્યને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org