________________
સાધનાનું ક્ષેત્ર વિશાળ છે
૧૧૫
આત્માની મોટાઈ અંગ્રિમતા કંઈ શેઠાઈ શાહુકારી કે વૈભવમાં નથી. તે તે પ્રકારો સાંસારિક સુખરૂપે શરીરથી ભોગવાય છે, તે માત્ર મજૂરી છે, કારણ કે તે સર્વ પ્રકારો ક્ષણિક છે. ઇન્દ્રિયજનિત વસ્તુઓનો નાશ થયા પછી તે અભોગ્ય અને અયોગ્ય બને છે. સંસારી જીવ વિનાશી પદાર્થોને અવિનાશી બનાવવા મથે છે. વિનાશી વિકલ્પોની નીચે જ વિનાશી પદાર્થોને અવિનાશી બનાવવા મથે છે. જેમ વાદળા નીચે સૂર્ય છુપાયેલો છે, તેમ વિનાશી વિકલ્પોની નીચે અવિનાશી સુખ છુપાયેલું છે. માટે નિર્વિકલ્પતા થવા સાધના કરવી. જેથી અવિનાશી સુખ માણી શકાય. આત્મા વિનાશીના સંગે વિનાશી થાય છે. અવિનાશીના સંગે અવિનાશી થાય છે. પરંતુ પુદ્ગલ દ્રવ્ય તો વિનાશી કે અવિનાશીના સંગે વિનાશી જ રહે છે. દેહ સંસારીનો હો કે અરિહંતનો હો, વિનાશ પામે છે. - સાધના ક્ષેત્રે દયાદાન વિના જીવ જેમ ધર્મમાર્ગમાં આવતો નથી. બ્રહ્મભાવમાં આવતો નથી. તેમ પૂર્ણ બ્રહ્મભાવ પ્રગટ થયા પછી દયા, દાન આદિ ધર્મ પણ રહેતા નથી. બ્રહ્મભાવ એવા શુભભાવોથી પણ અતીત છે. પૂર્ણ બ્રહ્મભાવમાં આનંદ એ અનુભવ તત્ત્વ છે. ચેતનનું લક્ષણ જ્ઞાન અને જ્ઞાનનું ફળ આનંદ છે. સંયોગથી અતીત થઈને આત્મસ્વરૂપ પ્રાપ્ત કરવાનું છે.
સંયોગ એ આત્મસ્વરૂપ નથી સ્વભાવ એ આત્મસ્વરૂપ છે.
સમતિ એ સમ્યગુદૃષ્ટિ છે. લક્ષ્યનો પ્રારંભ છે. ચોથાથી સાતમા સુધી ક્ષયોપશમ સમક્તિ બને છે. ચારિત્ર મોહનીયના સ્થાનકો શુદ્ધિ અનુસાર બદલાય છે. અવિરતિ, દેશવિરતિ, પ્રમત્ત, અપ્રમત્ત, યદ્યપિ દર્શનસપ્તકનો ક્ષય થતાં ચોથાથી સમકિત ક્ષાયિક બને છે. માટે આપણી સાધનાનું લક્ષ્ય મૂળ સ્વભાવની સિદ્ધિનું છે. તેનો પ્રારંભ સમકિતથી થાય છે.
અશુભ આશ્રવ દબાય શુભ આશ્રવ હોય. શુભાશુભ બંને આશ્રવ દબાય સંવર થાય. પૂર્વકૃત અશુભ ઉદયથી વર્તતા દુ:ખનો નાશ થાય. વર્તમાન દોષો જેના વડે અશુભદોષોનો બંધ પડે તે પણ નાશ પામે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org