________________
૧૧૪
સ્વરૂપસાધનાનાં સોપાન બાહ્ય રીતે આનંદમાં રહેવા અહિંસા, સેવા, દયા, દાન આદિ કાર્યો છે, યદ્યપિ અન્ય જીવોને સુખશાતા, આનંદ આપવાના કારણથી પુણ્યબંધ થાય છે, પણ તે વાયદાનું સુખ છે. તેના કરતાં વિશેષ તો વર્તમાન કાળમાં જીવે દુઃખી ન થતા આત્મભાવે આનંદમાં વર્તવું, તે સત્ય સ્વરૂપ છે. જેથી પાપનો વર્તમાન ઉદય ફોક થાય છે, અને ભાવિનો પણ ફોક થાય છે.
વ્યવહારપણે ખૂબ જાણવું તે બુદ્ધિજન્ય છે. ધ્યાનસમાધિમાં બુદ્ધિ કે વિચારનું કોઈ કાર્ય નથી. જ્ઞાનનું કાર્ય આનંદની પ્રાપ્તિ છે. જ્ઞાન અને આનંદ તરૂપ છે, સ્વકીય છે, ભિન્ન છે. તે દરૂપ નથી, સ્મરણરૂપ નથી તેથી જીવને વિશ્વાસ થતો નથી. વર્તમાનમાં આવરણને લીધે એ જ્ઞાન અને આનંદનો ભેદ ઊભો થયો છે.
બુદ્ધિમાં અહમ્ આવે તો શ્રદ્ધાનો આશરો લેવો. બુદ્ધિમાં અહમ્ કરીને શ્રદ્ધાને ખંડિત કરશો નહિ. શ્રદ્ધા અહમરહિત છે. શ્રદ્ધાની પુષ્ટિ કરવા માટે બુદ્ધિએ બોધનો – જ્ઞાનનો આશરો લેવો જોઈએ. સવિશેષ ભેદજ્ઞાન વડે અભેદ થવાનું છે.
ભેદજ્ઞાન શું છે ?
શરીરને પર માની – અનુભવી તેના મમત્વથી મુક્ત થવું. દેહાતીત થવું તે ભેદજ્ઞાન છે દેહ અને આત્માની ભિન્નતાનું ભાન
તમે જે વસ્તુને મહત્ત્વ આપો છે, તે વસ્તુ તમારાથી વિશેષ હોય છે. તેવું તમને લાગે છે તેથી તમને તેના પ્રત્યે પ્રીતિ થાય છે. છતાં તે વસ્તુનું સ્વરૂપ શું છે તેના પર તમારા લાભાલાભ છે. જે વસ્તુ વિનાશી છે, તેને તમે મહત્ત્વ આપો છો ત્યારે તેના દાસ – ગુલામ બનો છો, અને વસ્તુ વિનાશ પામતા તમે દુઃખી થાઓ છો. વિનાશી વસ્તુના સંગે સંસારી જીવ પોતે જ વિનાશી બને છે, જન્માંતર કરે છે, જો તમે અવિનાશી એવા પરમાત્વતત્ત્વને મહત્ત્વ આપો છો, તમે તેના દાસ બનો છો, તો પણ તે અવિનાશીતત્ત્વ હોવાથી તમે તેના સંગે અવિનાશી બનો છો, જન્મમરણથી મુક્ત થાવ છો, માટે પરમતત્ત્વની ઉપાસના કરવી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org