________________
૧૧૬
સ્વરૂપસાધનાનાં સોપાન અને ઉત્તમ પુણ્ય બંધ થાય જે પુણ્ય મોક્ષમાર્ગના મનુષ્યાદિભવ જેવા સાધનો આપે અંતે “સત્ર પાવ પણાસણો થાય. ઘાતકર્મોનો નાશ થાય. પવિત્રતા પ્રગટે એ સાધનાની સિદ્ધિ છે.
જેનાથી મોહનીય કર્મ નાશ પામે તે સાધના છે. તે સાધના ભક્તિ, સંયમ, જપ, તપ, જ્ઞાન, ધ્યાન વગેરે જે કંઈ હોય. તેના દ્વારા પરિણામે મોહનાશ થવો જોઈએ.
ધર્મનું સાચું સ્વરૂપ શું? જીવનું પરના સંબંધથી અને સંયોગથી છૂટવું તે ધર્મનું સાચું સ્વરૂપ છે. બંધન સ્વનું ન હોય પરનું હોય.
છેલ્લો પરમાર્થ શું? આત્મા સ્વગુણોનો કતભોક્તા રહે તે સાચો પરમાર્થ.
આપણી પરને જાણવાની - જાણનક્રિયા હરક્ષણે ચાલુ છે, જેને ધ્યાન દ્વારા ખતમ કરવાની છે. ભોગેચ્છા બાધક છે તેને પ્રથમ નષ્ટ કરવાની છે. પરને જાણવાની ઈચ્છા નષ્ટ થશે તો ભોગેચ્છા રહેશે નહિ. જ્ઞાન જાગ્રત હશે તો ભોગેચ્છા અટકી જશે. જાણવાની અને ભોગવવાની ઇચ્છાથી જ્ઞાનાવરણીય અને મોહનીયકર્મ બંધાય છે. સ્વરૂપ રમણતાને બદલે આવરણ આવે છે. આથી બંધનથી છૂટવા માટે જાણવાની અને ભોગવવાની ઇચ્છારહિત થવા સાધના કરવાની છે. (ય) પરપદાર્થોને જાણવા ભોગવવાની ઇચ્છાથી આત્મા ઉપર અંધકાર આવે છે.
પર પદાર્થોને શા માટે જાણવા છે?
દૈહિક સુખ માટે, ઇન્દ્રિયોના ભોગ માટે, આવી વૃત્તિ ક્યારે પણ પૂર્ણ થાય તેમ નથી. માટે પ્રથમ પરને જાણવાની ઇચ્છા છોડી દો, પછી ભોગેચ્છા છૂટી જશે. સાધનાનો મર્મ આ છે.
મોહનીયકર્મ જ્ઞાનમાં વિકાર-વિપરીતતા લાવે છે. જ્ઞાનાવરણીયકર્મ જ્ઞાન ઉપર આવરણ લાવે છે. ઉભય કર્મ આત્મસ્વરૂપને આવરે છે. જ્ઞાન વિકારી બને આવરણ આવે, જ્ઞાન ઉપર આવરણ હોય એટલે જ્ઞાન વિકારી બને. આમ વિષચક્ર ચાલે છે. સાધના દ્વારા મોહનીયના ભાવોને કાઢવાના છે. પર પદાર્થોને જાણવા જઈએ છીએ તે અસદ્દભુત વ્યવહાર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org.