________________
સાધનાનું ક્ષેત્ર વિશાળ છે
૧૧૭ છે. તે પારમાર્થિક જ્ઞાનકાર્ય નથી. જ્ઞાન શેયને જાણવા જાય તે સમ્યગ્રક્રિયા નથી, મિથ્યા ક્રિયા છે. તે અસદ્દભુત વ્યવહાર છે. શેય અને જ્ઞાનનો સંબંધ ટળવાનો નથી પરંતુ મિથ્યા રીતે ન જાણતા સમ્યપણે જાણવું. દેહ આત્મા ભિન્ન છે તે જેમ સાધનાનો વિકલ્પ છે, તેમ મારા જ્ઞાન ઉપયોગને શેયમાં રમાડવો ને મિથ્યાભાવ છે. તેનું ભાન હોવું જરૂરી છે.
હું આત્મા છું, પરમાત્મા છું. વર્તમાનમાં તે આપણા માટે શેય રૂપ હોવા છતાં જ્યારે સાધના દ્વારા સિદ્ધિ પ્રાપ્ત થાય છે, ત્યારે શેયના વિકલ્પ જ્ઞાનરૂપ બની જાય છે, એ જ પરમાત્માપણું છે. ત્યાં શેયનું જ્ઞાન નથી રહેતું પરંતુ એ અનુભવ-વેદન બને છે. પુગલના દ્રવ્યો શેયરૂપ છતાં કોઈ કાળે તે જ્ઞાનરૂપ બનવાના નથી. જાણવા જવું તે જ્ઞાનનું સત્કાર્ય નથી. તેમાં યત્કિંચિતપણે રાગાદિ હોય છે. સ્વરૂપવેદન નથી હોતું. કેવળજ્ઞાની કેવળજ્ઞાનને જાણે નહિ પણ વદે, સમસ્ત વિશ્વના પદાર્થને જાણે પણ વેદે નહિ.
દશ્ય હોય ત્યાં દ્રષ્ટાપણું હોય. નિદ્રા અજ્ઞાત-જડ જેવી અવસ્થામાં જીવ સ્પષ્ટપણે જાણતો નથી. પરંતુ ત્યારે જ્ઞાનનો અભાવ નથી. તુરીયાવસ્થાપૂર્ણ જાગ્રતાવસ્થા છે, તેમાં સર્વ જણાય છે. ત્યાં પૂર્ણ આનંદ અવસ્થા છે. ભલે નિદ્રામાં રાગાદિનું વેદન નથી, અશાતાની પીડા સ્પષ્ટ નથી તેથી ત્યાં સુખ લાગે છે પણ તે અજ્ઞાન અવસ્થાનું નિરર્થક સુખ છે. નિદ્રાઊડી જતાં એ ભ્રમ તૂટી જાય છે.
મન બુદ્ધિ ચિત્ત અહંકારનો જ્યાં વ્યાપાર ચાલતો હોય ત્યાં અંતઃકરણ ક્રિયાકારી હોય. નિદ્રામાં મન, ચિત્ત, આદિનો વ્યાપાર નથી એટલે અંતઃકરણ સુષુપ્ત-મૂર્ણિત છે. તેથી તે નિષેધાત્મક સુખ છે. નિદ્રામાં જ્ઞાનને શેય સાથે સંબંધ નથી, મનના ઉપયોગનો વ્યાપાર નથી. નિદ્રામાં મન બુદ્ધિ ચિત્તના વ્યાપારનો અભાવ હોવાથી ત્યાં ક્લેશ સંતાપ હોતા નથી. જ્યારે પૂર્ણ જાગ્રતાવસ્થામાં મન, બુદ્ધિ, ચિત્તનો જ અભાવ છે. કર્મ બીજનો નાશ થવાથી પૂર્ણ આનંદ વર્તે છે. બીજભાવનો, બીજ આકૃતિ ઉભયનો નાશ થાય છે. આત્મા પૂર્ણાનંદને પામે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org