SearchBrowseAboutContactDonate
Page Preview
Page 285
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૬૮ સ્વરૂપસાધનાનાં સોપાન આજે પ્રતિમાની સ્થાપના કરી ઉચ્ચ ભાવ લાવવાના છે. સમવસરણ આદિ પ્રભાવના આકર્ષણથી શુભભાવ થાય છે. જેનાથી સંસારનાં-સ્વર્ગનાં સુખ મળે છે. જ્યારે વાણીના પ્રભાવથી સ્વભાવ પ્રગટે મોક્ષનું સુખ મળે છે. સંસારનાં કાર્યો અસત્ હોવાથી અસતુ છે, મોક્ષમાર્ગમાં એક જ કાર્ય શુદ્ધિનું છે તે સત્ છે. તેમાં ક્ષપકશ્રેણિ પરાકાષ્ઠાની સાધના છે. જેમાં વીતરાગતાની પૂર્ણપ્રાપ્તિ સુધી ક્ષપકશ્રેણિ હોય. ત્યાર પછી કેવળજ્ઞાનની પ્રાપ્તિ અને અંતે જીવ મુક્ત થાય છે, તે મુક્તિ સાદિ અનંતકાળ છે. મોક્ષ પ્રગટ થવાનો કાળ એક સમયનો છે. ત્યાર પછી સાદિઅનંતકાળ તે અનન્ય અવસ્થા છે. જ્યાં સિદ્ધપણું છે. તપમાં લેશમાત્ર પણ સ્પૃહા નહિ તે તપ છે. દેહ ભયંકર વ્યાધિથી ઘેરાય છતાં તે વ્યાધિ ટળે તેવી લેશમાત્ર ઇચ્છા ન પ્રવર્તે તે મહાન તપ છે. શાતા હો કે અશાતા હો ક્ષપકશ્રેણિ મંડાય છે. આમ શાતા અશાતાથી અતીત થવું તે દેહાતીત દશા છે. મોક્ષના લક્ષ્યથી મોક્ષ મળે. વ્યવહાર ધર્મની સાથે નિશ્ચયનું હોવું જોઈએ. ત્યારે મોક્ષનું લક્ષ્ય સાચું ગણાય. જ્ઞાનાચારના સેવનમાં મોક્ષની મુખ્યતા છે. એ જ્ઞાનનું મનન, નિદિધ્યાસન કરી કર્મને ક્ષીણ કરવાથી અત્યંતર મોક્ષમાર્ગમાં પ્રવેશ થાય છે. શ્રુતજ્ઞાન દ્વારા મોક્ષમાર્ગના વિકલ્પો કરવાથી મોહનીય કર્મ નબળું પડે છે. અંતે મોહનીય આદિ સર્વ કર્મનો સર્વથા ક્ષય થવાથી મોક્ષ પ્રગટ થઈ જાય છે. તિ– અતિ અાયો ૩ સ્વભાવ નથી અત્યારે એ સત્તા ની રતિ- અરતિ આદિ ભાવો સત્તા છે એ જ વિભાવ છે વિવેકથી ભેદ– જ્ઞાનથી આપશે રાતિ– અરતિ–લેક–ભય–દુવંશ દ ભાવોને દૂર કરવા છે અલબત્ત કાળના જળથી પક્ષ આ ભાવો ફ્રીજીર્ણ થાય છે દુ:ખનું ઓસડ દહાડા એમ દિવક્ષો વીતતા રતિ– અતિ અાદિ ભાવો દૂર થઈ જાય છે પરંતુ દિલ્મોની રાહ જોયા વિના જ્યારે | આ ભાલો કેદ થાય ત્યારે જ સ્વબળ અને સ્વસત્તાથી તેને દૂર કરવાના છે આ જ છે સાજો અધ્યાત્મ, આ છે અત્યંતર અંતરક્રિયા જે કરતાં આત્માના અમરત્વનું અનુસંધાન થાય છે અને અમરત્વ પ્રાપ્ત થાય છે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001994
Book TitleSwaroopsadhnana Sopan
Original Sutra AuthorN/A
AuthorSunandaben Vohra
PublisherAnandsumangal Parivar
Publication Year2000
Total Pages290
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, Discourse, & Sermon
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy