________________
અંતે શું પ્રાપ્તવ્ય છે ? મોક્ષ
૨૬૭ મોક્ષપુરુષાર્થ સક્રિય હોવા છતાં અક્રિયભાવને આપનારો છે. એ પુરુષાર્થ કષ્ટ આપનારો હોય તો પણ સંસારભાવને કાપનારો હોવાથી હિતકારક છે. વ્યવહાર અપેક્ષાએ સક્રિય તત્ત્વ વિનાશી, ભયભીત, નિર્માલ્ય, અશક્ત અને અનિત્ય છે. છતાં મોક્ષમાર્ગમાં આગળ વધારનાર વ્યવહાર શુભ છે. કારણકાર્યની પરંપરા અનિત્ય તત્ત્વમાં હોય નિત્ય, તત્ત્વમાં તેની અપેક્ષા નથી.
સંસારમાં આપણું મન અનેક કાર્યો અને અનેક વિકલ્પોમાં જોડાયેલું રહે છે, એટલે સંસારની પરંપરા ચાલુ રહે છે. મોક્ષમાર્ગમાં કાર્ય એક અને એક જ સંકલ્પમાં મન જોડાયેલું હોવાથી સંસારની પરંપરા તૂટે છે. મોક્ષ એ પરમતત્ત્વ છે, તે સાદિઅનંત ભાવરૂપ છે. સંસારનાં સર્વ કાર્યોમાં સાદિક્ષાંત ભાવો છે.
મોક્ષમાર્ગનું સાધન સમ્યક્ત્વ છે. સાધક માત્ર પ્રથમ ગુણસ્થાનકે ચરમ યથાપ્રવૃત્તકરણ કરે છે તે માટે સંક્સિજીવોમાં દીર્ઘકાલિકી સંજ્ઞા હોય છે. આ કરણમાં શુભભાવ હોય છે. દેહ – જીવનો વિવેક હોય છે. તે જીવને એક કોડાકોડીથી અધિક સાગરોપમવાળાં કર્મો ન હોય. આથી આ કરણ મોક્ષ માર્ગનું પ્રથમ પગથિયું કહી શકાય. અપુનબંધકનો જીવ પણ એક કોડાકોડીથી અધિક સાગરોપમના કર્મનો બંધ ન કરે. સમ્યક્ત્વની પ્રાપ્તિ પછી અર્ધ પુદ્ગલ પરાવર્તનથી અધિક કાળ સંસાર ન હોય, તેને મોક્ષ પ્રાપ્તિ થાય.
સાધકે પ્રથમ ક્ષાયિકભાવરૂપ સ્વભાવનું લક્ષ્ય રાખી મોહનીય કર્મનો ક્ષયોપશમ કરવા ઉપર દૃષ્ટિ રાખવી, તેના પ્રભાવનો સદુઉપયોગ થાય તો સ્વભાવમાંથી પ્રભાવ અને ઉચ્ચ પ્રસાદી મળે છે. સાધકનું સત્તામાં રહેલું કેવળજ્ઞાન અને શ્રી તીર્થંકર પરમાત્માનું કેવળજ્ઞાન એકરૂપ છે. તેની એકતાના બોધ માટે તીર્થંકર પરમાત્માની વાણીની પ્રસાદી પ્રાપ્ત કરવાની છે. તે વડે તેમના સ્વભાવને જાણવાનો છે. જે જીવો સમવસરણની રિદ્ધિ વગેરે જોઈ અંજાઈ જાય છે. તે આગળ વધી શકતા નથી. તેમની વાણીરૂપી પ્રસાદીમાંથી સ્વભાવને પ્રાપ્ત કરી આપણે મુક્ત થવાનું છે,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org