________________
૨૨૮
સ્વરૂપસાધનાનાં સોપાન ૦ જે રીતે કેવળજ્ઞાન થઈ શકે છે તે સાધકતત્ત્વ. ૦ જે રીતે કેવળજ્ઞાન ન થઈ શકે તે બાધકતત્ત્વ. ૯ કેવળજ્ઞાનને યોગ્યભાવ ન થઈ શકે તે બાધકતત્ત્વ.
સાધક જ્ઞાતાદ્રા ભાવમાં સ્થિર થાય તો કોઈ દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવ બાધક નથી. અધ્યવસાય સ્થાનકોનો સાર એ છે કે દરેક અવસ્થામાં જ્ઞાતાદ્રષ્ય રહે વર્તમાન જ્ઞાન બીજે સમયે શેય બને છે, તેના પણ જ્ઞાતા રહેવું. તેમજ દેહના ભોક્તાભાવ નહિ પણ જ્ઞાતાદ્રષ્ટા રહેવું. નિશ્ચયથી આપણે વર્તમાન સમયના ભોક્તા છીએ. આત્મા ઉપયોગસ્વરૂપ છે. શરીર સ્વરૂપ નથી. ઉપયોગનું નિરંતર સાતત્ય હોય છે. વર્તમાન ઉપયોગ બીજે સમયે ભૂતકાળ બને છે, માટે ભોક્તા થવાથી કંઈ અર્થ નથી. જ્ઞાતાદ્રષ્યપણું જ યોગ્ય છે. તેમાં પણ દેહ તો પર છે, તેના ભોક્તા કેમ થવાય? માટે સ્વયં જ્ઞાનના જ્ઞાતા જ રહેવું. જીવ જ્ઞેયનો જ્ઞાતા છે, તેમ જ્ઞાનનો જ્ઞાતા છે. નિશ્ચયથી મોહનીયભાવ રહિત વીતરાગ હોય તે જ્ઞાની છે.
$ % જ્ઞાનમ્ શેયમું પરિણાતા. % % જ્ઞાનમ્ શોધમ્ પરિશાતા.
આનો જાપ કરો, ધૂન લગાવો. અને આત્માને જાગ્રત રાખો. જીવનું લક્ષણ જ્ઞાન છે. તે ક્રમઅભાવ, કાળઅભાવ થઈ નિત્યકાર્યરૂપ બને કે જે કેવળજ્ઞાન છે. ત્રિકાળ ઐક્ય તે સમભાવ. જે વર્તમાન, ભૂતકાળ અને ભવિષ્યકાળ સાપેક્ષ છે, તે અનિત્ય છે, ભૂતભાવિ નિરપેક્ષ કાળ નિત્ય છે. જે સિદ્ધદશામાં હોય છે.
કેવળજ્ઞાન સ્વયં પરપદાર્થોને પ્રકાશમય અર્થમાં નિમિત્તરૂપ છે. પરંતુ કેવળજ્ઞાનમાં કોઈ પદાર્થ નિમિત્તરૂપ નથી. જેમ ગુરુ-શિષ્ય અન્યોન્ય નિમિત્તરૂપ હોવા છતાં ગુરુની સત્તા શિષ્ય ઉપર છે. શેય જ્ઞાનની અન્યોન્યા નિમિત્તતા છે. છતાં જ્ઞાનની સત્તા શેય પર છે. શેયની જ્ઞાન પર નથી. જ્ઞાન પરપ્રકાશક પણ છે. એટલે પર પદાર્થો સાથે શેય-જ્ઞાયક સંબંધ છે. આત્માનો આનંદ પર પ્રકાશક નથી. આત્માના આનંદનો પરપદાર્થ સાથે લેશ માત્ર સંબંધ નથી. આત્માનો આનંદ જ્ઞાનની જેમ અવ્યાબાધ છે.
છઘ0ના જ્ઞાનમાં અને ઇન્દ્રિયજનિત સુખમાં પરપદાર્થની બાધા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org