________________
૨૨૪
સ્વરૂપસાધનાનાં સોપાન ગુણો પ્રગટે છે.
પુગલ દ્રવ્યના ગુણો સ્પર્શ, વર્ણ, ગંધ, વર્ણ અને શબ્દ છે. શબ્દ એ અવાજ તરીકે પુદ્ગલનો ગુણ છે. પુદ્ગલ સ્કંધોના અથડાવાથી અવાજ થાય છે. અવાજ એ શબ્દ નથી, શબ્દ એ અવાજ છે. અવાજ શબ્દનો બોધ કરતો નથી. શબ્દ એ મતિજ્ઞાનનો દ્રવ્ય પર્યાય છે. કંઈ વસ્તુ નીચે પડે અવાજ થશે પણ તેમાં શબ્દ ઉત્પન્ન નહિ થાય. જેમ કે ક. ખ. ગ. પગ, મગ વગેરે પરંતુ જ્યારે માણસ કે પશુપક્ષી બોલે છે ત્યારે શબ્દ ભાષા વર્ગણાનો ઉપયોગ બને છે. શ્રુતજ્ઞાન એ મતિજ્ઞાનની અક્ષર મૂર્તિ છે.
પાંચે અસ્તિકાયના અસ્તિત્વને ખ્યાતિ શ્રુતજ્ઞાન આપે છે, કારણ કે શબ્દ-ભાષા દ્વારા તેનો ખ્યાલ આવે છે. મતિ આદિ પાંચે જ્ઞાનથી પાંચે અસ્તિકાયનો ખ્યાલ આવે છે. જેની પાસે શ્રુતજ્ઞાન વિશેષ છે તેની વિચારશક્તિ બળવાન હોય છે. શ્રુતજ્ઞાનનો શ્રેષ્ઠ અધિકારી મનુષ્ય છે. દેવોને તીર્થકરના સમવસરણમાં દ્વાદશાંગી પ્રમાણ શ્રુતજ્ઞાનમાંથી શાશ્વત તત્ત્વનો બોધ મળે છે.
શબ્દ એ પુદ્ગલનો ઉપચરિત ગુણ છે. સ્વાભાવિક નથી. કારણ કે સ્કંધોના ઘર્ષણથી પેદા થાય છે. તે ગમન કરે છે. ચૌદરાજ લોકમાં ફરે છે. અરૂપી પદાર્થો ધર્મ, અધર્મ, આકાશ ક્ષેત્રથી સ્થિર છે. તેમનું પરિભ્રમણ નથી તેથી ઘર્ષણ નથી, તેથી તેઓમાંથી શબ્દ ઉત્પન્ન થતો નથી. જીવ-ભાષાવર્ગણાને ગ્રહણ કરી પરિણમાવી શબ્દને વ્યક્ત કરે છે, પણ તે જીવનો ગુણ નથી. ચેતન ચેતનનું ઘર્ષણ પણ નથી તેથી તેમાંથી શબ્દ ઉત્પન્ન થતો નથી.
જે પદાર્થો નામ છે તે રૂપી છે. સ્વદિવાળા છે, જે અરૂપી છે તે અનામી છે. અર્થાત રૂપરૂપાંતરરહિત છે. શેયજ્ઞાન એટલે જગત. શેયના દક્ષિપણાથી જ્ઞાન સાકાર થાય છે. એક જ જ્ઞાનાકાર તેમનું નામ કેવળજ્ઞાન. અન્ય ચાર જ્ઞાનમાં શેયના અનેક આકાર ઊપસે છે. જ્ઞાન શેય સાથે સંબંધ ધરાવે છે. જ્ઞાનમાં જ્ઞાનાકાર અને શેયાકાર બંને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org