________________
૧૭૪
સ્વરૂપસાધનાનાં સોપાન છે. પુદ્દગલ દ્રવ્યમાં રૂપ રૂપાંતરપણું છે. રૂપ બદલાય, નામ બદલાય. નામકર્મની ૧૦૩ પ્રકૃતિ છે તેમાં રૂપાંતર અને નામાંતર થયા કરે છે. મોહનીય કર્મના ૨૮ ભેદોનું જીવ વિવિધરૂપે વેદન કરે છે. પુદ્ગલ દ્રવ્યોમાં વિવિધ આકૃતિ અને વર્ગો છે તેથી નામકર્મની પ્રકૃતિને ચિતારાનું નામ આપ્યું છે.
જ્યાં સુધી દેહ છે ત્યાં સુધી વિનય-વિવેકરૂપ વ્યવહાર છે. ઊંચનીચ ગોત્ર છે. સિદ્ધાવસ્થામાં આવા ભેદ નથી. પૂર્ણપણે શુદ્ધ ઉપયોગ થાય ત્યારે તે અવિનાશી બને. છદ્મસ્થનો ઉપયોગ અંશે અરૂપી છે. તેને કેવળજ્ઞાન પ્રાપ્ત કરીને સર્વાંશે અરૂપી બનાવવાનો છે. વિકારી ઉપયોગ વિનાશી અને અવિકારી ઉપયોગ અવિનાશી છે.
આત્મા પરમાર્થથી ભાવાત્મક છે.
♦ પુગલ સ્વભાવથી ક્રિયાત્મક છે. ♦ કાળનો સૂક્ષ્મ અંશ તે સમય છે. ♦ ક્ષેત્રનો સૂક્ષ્મ અંશ પ્રદેશ છે.
♦ પુદ્ગલનો સૂક્ષ્મ અંશ પરમાણુ છે.
દરેક દ્રવ્યમાં અગુરુલઘુ ગુણ અન્યોન્ય ભેળવણી થવા દેતો નથી. જાત્યાંતર થતા નથી. અગુરુલઘુ ગુણની કેટલીક વિશેષતા છે. પરંતુ અગુરુલઘુ જે નામકર્મની પ્રકૃતિ છે. તેનો અર્થ શરીરમાં વજનથી ભારે હલકા અર્થમાં છે. આકૃતિના અર્થમાં નથી. તથા બીજી રીતે – સર્વ જીવો ચૈતન્ય અપેક્ષાએ સમાન છતાં ઇન્દ્રિયોના અને જન્મના ભેદથી, જાતિ, સત્તા, વૈભવના, શિક્ષણના ભેદથી લોકવ્યવહારમાં ઊંચનીચનો અવસ્થાને કારણે વ્યવહાર થાય છે.
સિદ્ધ પરમાત્મા સર્વથા કર્મરહિત છે. સંકોચ વિસ્તારહિત છે. તેથી અગુરુલઘુ ગુણવાળા છે. પંદરભેદ સિદ્ધના બતાવ્યા તે પૂર્વાવસ્થા છે. ઊંચનીચ અવસ્થા ત્યાં બાધક નથી. તે અગુરુલઘુ ગુણ છે. મોક્ષમાં પૂજ્યપૂજક, ગુરુ-શિષ્ય જેવો આચાર નથી તે અગુરુલઘુ અર્થમાં છે. અગુરુલઘુગુણ અને નામપ્રકૃતિના ગુરુલઘુગુણમાં અંતર છે.
આમ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org