________________
કેવળજ્ઞાન નિરાવરણજ્ઞાન
આત્મસ્વરૂપમાં સ્થિતિ કરવાની છે. સુખદુઃખના વેદનને ન વેદતા સ્વરૂપમાં સ્થિત થવાનું છે. જેથી ઘાતીકર્મોનો ક્ષય થઈ જ્ઞાન નિરાવરણ બની કેવળજ્ઞાન પ્રગટ થાય. દેહમાં રહીને દેહાતીત દશામાં જવાનું છે. દેહનું અસ્તિત્વ સ્વીકારવું પણ દેહભાવના કર્તાભોક્તા ન થવું. તો વીતરાગતા પ્રત્યે ગમન થાય. કેવળજ્ઞાન એટલે સર્વ અજ્ઞાનતાનો અભાવ છે. નિર્વિકાર જ્ઞાન એટલે શું ?
જગતમાં રહેલા પદાર્થોના અસ્તિત્વને જાણે, પરંતુ તે પદાર્થો પ્રત્યેના રાગાદિ સંબંધોનો સ્વીકાર ન કરે. કર્તાભોક્તાભાવ ન કરે, તે નિર્વિકાર જ્ઞાન છે. સિદ્ધ પરમાત્મા કેવળ જ્ઞાતા દ્રષ્ટાપણે છે. પૂર્ણ છે. પૂર્ણ પોતામાં કે બહારમાં કંઈ કરે નહિ, સહજ અવસ્થા છે. સિદ્ધ પરમાત્મા લોકાકાશના અગ્રભાગે છે. તેમના આત્માના પ્રદેશો આકાશાસ્તિકાયમાં છે, પણ કેવળજ્ઞાન તો સિદ્ધ પરમાત્માના આત્મામાં છે.
-
જ્ઞાન એ ગુણ છે. કેવળજ્ઞાન તે પર્યાય-અવસ્થા છે. સિદ્ધ પરમાત્માના દ્રવ્ય, ગુણ, પર્યાય એકરૂપ છે. સંસારીના દ્રવ્ય-ગુણમાં ભેદ નથી, પર્યાયમાં ભેદ છે. દ્રવ્યગુણ શુદ્ધ છે. પર્યાય અશુદ્ધ છે.
પુÇગલદ્રવ્યોના નામ ફરે એટલે રૂપ ફરે, ગુણધર્મ ફરે. જેમ કે પથ્થર, સોનું ઇત્યાદિ પૃથ્વીકાય છે પણ રૂપ ફરે નામ ફરે છે. અરૂપી દ્રવ્યો ત્રણે કાળ તેના સ્વભાવમાં સમપણે હોય છે. જેમકે જીવ ચેતનારૂપે, ધર્મઅધર્મ ગતિ સ્થિતિરૂપે અરૂપી દ્રવ્યોના નામરૂપમાં પરિવર્તન થતું નથી. જીવમાત્ર જ્ઞાન સહિત હોય તેમાં અવસ્થાભેદ છે. મતિજ્ઞાનાવરણીય કર્મ હોય તેને મતિજ્ઞાન હોય જ. શ્રુતજ્ઞાનાવરણીય કર્મ હોય તેને શ્રુતજ્ઞાન હોય જ.
અવધિજ્ઞાનાવરણીય કર્મ હોય તેને અવધિજ્ઞાન સત્તામાં હોય જ. મન:પર્યવજ્ઞાનાવરણીય કર્મ હોય તેને મન:પર્યવજ્ઞાન સત્તામાં હોય. કેવળજ્ઞાનાવરણીય કર્મ હોય તેને કેવળજ્ઞાન સત્તામાં હોય. સંપૂર્ણ કેવળજ્ઞાનાવરણીય કર્મ ક્ષય થયે કેવળજ્ઞાન થાય, કારણ કે કેવળજ્ઞાનાવરણીય કર્મનો ઉદય છે. ક્ષયોપશમ હોતો નથી તે સર્વઘાતી
Jain Education International
૨૧૩
For Private & Personal Use Only
www.jainelibrary.org