________________
૨૦૦
સ્વરૂપસાધનાનાં સોપાન શકાય છે, તેવું એ સ્વાધીન નિત્ય તત્ત્વ છે. એક વાર ખાધેલો પદાર્થ પુનઃ ખાઈ શકાતો નથી, તે પર છે. પરાધીન છે ક્રમથી પ્રાપ્ત કરેલું જ્ઞાન અક્રમથી વિચારી શકાય છે.
પર્યાયની અવસ્થા સાદિસાંત છે. જે પર્યાયનો ઉત્પાદ હોય, તે કોઈ દ્રવ્યના મૂળ પ્રદેશો ઉપરનું ઉત્પાદન છે. તેનો અંત પણ હોય.
• ઉદય એ કર્મનો ઉત્પાદ છે. ૦ નિ એ કર્મનો વ્યય છે.
વિશ્વમાં ઉત્પાદવ્યય જેવી વ્યવસ્થા ન હોય તો જેમ કોઈ શહેરની મહદ્અંશે વ્યવસ્થા ઇલેક્ટ્રિસિટીથી ચાલતી હોય, અને તેનો પ્રવાહ બંધ થઈ જાય તો શહેરની વ્યવસ્થા પણ ઠબ થઈ જાય. પ્રવાહનું ચાલવું તે ઉત્પાદવ્યય છે તેમ વિશ્વની વ્યવસ્થા ઉત્પાદાદિ વગર ઠબ થઈ જાય. જો પદાર્થમાં ઉત્પાદ વ્યયરૂપે પરિવર્તન ન હોય તો સંસારી સિદ્ધ કેવી રીતે થાય, પાપી પુણ્યશાળી કેવી રીતે બને ? વ્યવહારમાં દૂધમાંથી દહીં કેવી રીતે બને? ઘઉંનો લોટ કેવી રીતે બને ? એક અવસ્થાનો વ્યય - પરિવર્તન થતાં બીજી અવસ્થા ઉત્પન્ન થાય છે. તે વિશ્વની રચના છે.
સંસારમાં કોઈ પણ પદાર્થ નિત્ય જ હોય તો સંસારી જીવના કર્તાભોક્તાભાવ નિત્ય બની જશે. જીવ ક્યારે પણ મુક્તિ ન પામે. અનિત્ય એટલે મળે અને ટળે, પરંતુ જીવને કોઈ પદાર્થ મળે એટલે તેને નિત્ય માની તાદાભ્ય કરીએ છીએ કે જાણે તે ટળવાનો નથી. અનિત્ય તત્ત્વમાં ઉત્પાદ વ્યય હોય. તેમાં પહેલા પછી એવું નથી તેથી પર્યાયની અપેક્ષાએ એ અનિત્યતા છે. અનિત્ય એટલે અપ્રાપ્ત પદાર્થ નહિ, પરંતુ બદલાતી અવસ્થા, આવી સમજ આવે પદાર્થને નિત્ય માનીને સ્વીકારીશું નહિ. અને તેના ટળી જવાથી વિકલ્પ નહિ ઊઠે. રાગાદિભાવ નીકળી જશે. - જ્ઞાની પદાર્થના મૂળ સ્વરૂપને ટકીને બદલાતું જુએ છે. ઉત્પાદન વ્યયમાં હર્ષ કે શોક થતો નથી. અજ્ઞાની વસ્તુના મૂળ સ્વરૂપને જાણતો ન હોવાથી ઉત્પાદ-વ્યયમાં ઈનિષ્ટ માની સુખી કે દુઃખી થાય છે. માટે સુખબુદ્ધિનો ત્યાગ કરી પદાર્થનું સ્વરૂપ જોવું. સંસારમાં સુખનો ઉત્પાદ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org