________________
જૈનદર્શનમાં સની વ્યાખ્યા
૧૯૯ ચોદરાજ લોકમાં ગમનાગમન કરે છે, તેથી તે ક્ષેત્રમંતર થતાં સંયોગવિયોગ થાય છે. જીવ પુગલ સંગે દશે દિશામાં જાય છે. આ બંનેનું પરિભ્રમણ થાય છે. પરંતુ જીવ સિદ્ધ થતા ગમન કરીને એક સમયમાં નિત્ય સ્થિર થઈ જાય છે. પુગલદ્રવ્ય ગુરુલઘુ છે તે એનો સ્પર્શ ગુણ છે. આત્માનો ગુણ અગુરુલઘુ છે.
ક્ષેત્રમંતર થાય એટલે સંયોગ-વિયોગ થાય તે સજાતીય અને વિજાતીય દ્રવ્યનો હોય છે. રૂપાંતર થાય એટલે ઉત્પાદ વ્યય થાય. એક જ દ્રવ્યમાં સ્વપરિણમનરૂપ રૂપાંતર થાય છે.
દ્રવ્ય ટકે છે. અવસ્થાઓ બદલાય છે, તે ઉત્પાદવ્યાં છે. પર્યાય પ્રમાણે પદાર્થનું નામ પડે છે. ચોરાશી લાખ યોનિમાં કર્મના ઉદયરૂપ જીવની અવસ્થાઓ બદલાય છે તે અશુદ્ધ પર્યાયો છે. પછી પુણ્યયોગે માનવાદિ અવસ્થાઓ હોય તો પણ તે અશુદ્ધ પર્યાયો છે.
પદાર્થોનો ભોગ એ સક્રિય અને ક્રમિક પર્યાયો છે. જેમાં જન્મમરણ અવસ્થાઓ દુઃખરૂપ છે. ક્રમિક તત્ત્વમાં જન્મમરણ સંયોગ વિયોગ હોય. પુદ્ગલમાં ભોગબુદ્ધિ કરવાને બદલે તેના જ્ઞાતાદ્રષ્ટ બનવું. જેથી દૃષ્ટિ સૂક્ષ્મ બને, જાગૃતિ ટકે અને કર્મબંધ ન થાય.
ઉત્પાદ પદાર્થમાં છુપાયેલો હોય છે તે ઉત્પાદ થતાં જણાય છે. વળી વ્યય, થઈને છુપાઈ જાય છે. તે વ્યયમાં જ્ઞાનાકાર થયેલા જોયો નષ્ટ થતા નથી. પરંતુ છુપાઈ રહે છે. જ્ઞાનાકાર વ્યય થયા પછી ઉપયોગ બદલાય છે, પણ શેયપદાર્થની હાજરી હોય છે. ભોગ માટે કામ આવે તેથી અપેક્ષાએ તે નષ્ટ પર્યાય છે. જ્ઞાન માટે સર્વ સમ કાળ છે. ભોગ માટે વિષમકાળ છે. શુદ્ધ જ્ઞાનપર્યાયનો ઉત્પાદવ્યય નથી પણ સાવરણ નિરાવરણ છે. સર્વથા નિરાવરણ જ્ઞાનમાં સર્વ પદાર્થો એક જ સમયમાં જણાય છે. સાવરણજ્ઞાનમાં ક્રમથી જણાય છે. ઉત્પાદ વ્યયપૂર્વક પણ જ્ઞાનપર્યાયો કદી નષ્ટ થતાં નથી. પરંતુ દેહભોગની અપેક્ષાએ પર્યાયો ભૂતકાળરૂપ થયેલા હોવાથી તે નષ્ટ થતાં દેખાય છે. પણ તેનું સ્મરણ રહે છે, તે જ્ઞાનની નિત્યતા છે. કોઈ વાર વિચારેલું જ્ઞાન પુનઃ વિચારી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org