________________
સ્વરૂપસાધનાનાં સોપાન
અપેક્ષાએ પર્યાયની નિત્યતા એટલે ઉત્પાદવ્યય રહિત અવસ્થા પર્યાયમાં અનિત્યતા એટલે ઉત્પાદવ્યય સહિત અવસ્થા. સિદ્ધ પરમાત્મા અક્રિય છે. પુદ્દગલમાત્ર સક્રિય છે. સક્રિયતા ક્યાં હોય ? જ્યાં ઉત્પાદવ્યય, સંયોગ-વિયોગ, સર્જન-વિસર્જન, ક્ષેત્રાંતરપણું, પર્યાયદંત૨૫ણું હોય ત્યાં સક્રિયતા હોય. નિત્ય એટલે પલટાતી પર્યાય પણ સમાન હોય.
પર્યાયના બે પ્રકાર છે. ૧. ક્રમભાવી, ૨. અક્રમભાવી. સંસારી જીવ અને પુગલમાં ક્રમભાવી પર્યાય છે, જે વિનાશી છે. અરૂપી પદાર્થોમાં ધર્મ, અધર્મ, આકાશ અને સિદ્ધ પરમાત્મામાં અક્રમભાવી પર્યાય છે જે અવિનાશી હોય છે. અક્રમ એટલે તરતમતા રહિત સમાન.
૧૯૮
આકાશદ્રવ્ય સ્વગુણથી સ્થિર છે. તેમાં અધર્માસ્તિકાયની સહાય નથી. જો આકાશને અધર્માસ્તિકાય સહાય કરતું હોય તો અલોકાકાશ કેવી રીતે સ્થિર રહે ? કારણ કે અધર્માસ્તિકાય લોકાકાશમાં છે નહિ. ધર્માસ્તિકાય-અધર્માસ્તિકાય એ આકાશાસ્તિકાયમાં અવગાહના લઈને રહે છે. જીવ અને પુદ્ગલ પણ અવગાહના લઈને રહે છે. અને ગતિ તથા સ્થિતિ ધર્મ-અધર્માસ્તિકાયની સહાયથી કરે છે.
અરૂપી દ્રવ્યો એટલે સદાય દેખાય નહિ તેવું નથી. અરૂપી દ્રવ્યોના ગુણધર્મો રૂપી દ્રવ્યોથી જુદા છે. કેવળજ્ઞાન અરૂપી દ્રવ્યોને જાણી શકે છે. ઇન્દ્રિય અગોચર હોવાથી તે અરૂપી છે.
♦ વ્યય સાપેક્ષ ઉત્પાદ છે.
૭ ઉત્પાદ સાપેક્ષ વ્યય છે.
♦ બંનેમાં હાજર ધ્રુવતત્ત્વ છે.
અનિત્યતા હોય ત્યાં ઉત્પાદ વ્યય હોય. નિત્યતામાં અપેક્ષાએ ઉત્પાદ વ્યય હોય, વાસ્તવમાં નથી. ઉત્પાદ-વ્યય, સંયોગ-વિયોગ, સર્જન-વિસર્જન, ગ્રહણ-ત્યાગ, સાવરણ-નિરાવરણ, સંકોચ-વિસ્તાર આ બધા પુદ્ગલના નૈમિત્તિક સક્રિય ગુણો છે. અન્ય અરૂપી દ્રવ્યમાં નથી. ઉત્પાદ અને વ્યય થતો હોય ત્યાં સંયોગ-વિયોગ થાય એક દ્રવ્ય-પરમાણુ એક ક્ષેત્રથી બીજા ક્ષેત્રમાં જાય તે સંયોગ-વિયોગ છે. પુદ્ગલાસ્તિકના સ્કંધો - પરમાણુઓ
For Private & Personal Use Only
www.jainelibrary.org
Jain Education International