________________
પ૮
સ્વરૂપસાધનાનાં સોપાન' વીતરાગતા ટકવી જોઈએ. તો સાધ્ય સિદ્ધ થાય. - ધર્માસ્તિકાયાદિમાં જીવને કર્તાભોક્તાભાવ થતો નથી. કારણ કે દેહઇન્દ્રિયોને યોગ્ય તેમાં ભોગ્ય સાધન નથી. તે દ્રવ્યોનું પોતાનું સ્વ-પરિણમન છે. તે પ્રમાણે જડ-ચેતન પદાર્થોમાં તે ઉપકારી થાય છે.
કેવળજ્ઞાન પ્રત્યક્ષ પ્રમાણજ્ઞાન છે. સકલદેશ છે. છબસ્થજ્ઞાન નયરૂપ છે. વિકલદેશ છે. (આંશિક) સર્વજ્ઞપણું પ્રમાણ છે. અસર્વજ્ઞપણું નય છે. અદ્વૈતમાં સર્વ દૈતભાવો સમાય છે. તેથી કેવળજ્ઞાન અદ્વૈત છે. “પ્રશ્નો મહું શિવાત્મ” એ પરમાત્માનું વિશેષણ છે. સંસારી જીવ કેવળજ્ઞાન ન પામે ત્યાં સુધી નય સ્વરૂપ છે.
પ્રમાણમાં નિશ્ચય અને વ્યવહાર ઉભયનો સમાવેશ થાય છે. નિશ્ચયમાં વ્યવહારનો સમાવેશ થતો નથી, પણ નિશ્ચયનયનું કાર્ય થવા માટે વ્યવહારનો આશ્રય લેવો પડે છે. કંઈક કરવાનું રહે છે ત્યાં સુધી વ્યવહારનય છે. પછી વ્યવહારનય ખસી જાય છે. જેમ કે આત્માના શુદ્ધ સ્વભાવને જાણવો, તે પ્રત્યે દૃષ્ટિ થવા શ્રુતજ્ઞાનનો આધાર લેવો પડે છે. નિશ્ચયદષ્ટિથી આત્મા જ્ઞાન સ્વરૂપ છે. છતાં તેને નિરાવરણ થવા આરાધના આદિ વ્યવહારનું પ્રયોજન રહે છે.
જ્યાં સુધી સ્વરૂપ પ્રાપ્તિ થઈ નથી ત્યાં સુધી નિશ્ચય સાપેક્ષ વ્યવહાર તે વ્યવહાર સાચો રહેશે. વ્યવહાર સાપેક્ષ નિશ્ચય દષ્ટિ સત્ય રહેશે. વ્યવહાર અને નિશ્ચય ઉભયથી ધર્મની પ્રરૂપણા છે. નિશ્ચયની દૃષ્ટિને વ્યવહારમાં મૂકો અને વ્યવહાર પણ નિશ્ચયને અનુરૂપ હોય તો સાચો. જેમ કે દયા એ નિશ્ચય છે. તો દાન વ્યવહાર છે, વૈરાગ્ય નિશ્ચય છે તો ત્યાગ વ્યવહાર છે.
એ દયા વગેરે સાક્ષીભાવે થાય છે. અતિમાં લેનાર અને દેનાર એવા વિભાવો નથી. ભલે તે દરૂપ હોય પરંતુ દેનારે લેનાર ચૈતન્ય પ્રત્યે સાક્ષીભાવ રાખવો. જેથી વિકલ્પ પેદા ન થાય, અને સ્વરૂપદૃષ્ટિ જાગ્રત રહે. દયા આદિ ગુણનું સેવન છે. તેમાં ફળ માંગવાનો દોષ ન આવે તેવી જાગૃતિ રાખવી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org