________________
સાધનાનું ક્ષેત્ર વિશાળ છે
પ૭ ચૈતન્ય ચૈતન્ય વચ્ચે દૈતભાવ – જુદાઈ છે, ત્યાં ભય છે. એ અદ્વૈતનો જ્યાં અભાવ છે ત્યાં ભય નથી. દેહભાવ છે ત્યાં દ્વત છે. વૈતભાવ નથી ત્યાં સ્વરૂપના આનંદનું વેદન છે.
છદ્રસ્થજ્ઞાન ક્રમથી જાણે છે, તેથી ભેદ વર્તે છે. સર્વજ્ઞ ભગવંત અક્રમથી જાણે છે. ચૈતન્યના અખંડ સ્વરૂપને જાણે છે. તેથી ભેદ સમાપ્ત થાય છે. જીવ પોતાના જ્ઞાનમાં – લક્ષ્યમાં સુખની ઇચ્છા કરીને કર્તા ભોક્તાભાવ કરીને જ્ઞાનમાં વિકૃતિ લાવે છે, તેથી પોતાનું આનંદસ્વરૂપ વેદનમાં આવતું નથી, જ્ઞાનમાં કર્તાભોક્તાભાવ છે તે જ જીવનો સંસાર છે, અજ્ઞાન છે. તેની છાયા દસમા ગુણસ્થાનકના અંત સુધી રહે છે. કતભોક્તાભાવ સમાપ્ત થતાં જીવ જ્ઞાની થાય છે.
છે કભોક્તાભાવ એટલે શું?
જગતના પદાર્થોમાં ક્રિયા પ્રક્રિયા કરવી. આરંભ સમારંભ કરવા. પૌગલિક પદાર્થોનું સર્જન વિસર્જન કરવું. તેના વિકલ્પો કરવા વગેરે કર્તાભોક્તાભાવ છે, તે કારણથી આત્મા પર્યાયથી અનિત્ય છે.
બાહ્ય પંચાચારના પાલનથી આ કર્તાભોક્તાભાવ કાઢવાના છે. તે વિષમભાવો છે.
આત્મા એટલે સામાયિક, આત્મા જ વિશ્વમાં સમસ્વરૂપ છે. પુદ્ગલ દ્રવ્ય વિષમતત્ત્વ છે. આત્માને પાંચે તત્ત્વો પ્રકાશ્ય તત્ત્વ છે. પ્રકાશય તત્ત્વ કરતાં પ્રકાશક (જાણનાર) તત્ત્વનું માહાત્મ વિશેષ છે. દરેક પદાર્થનો આધાર જ્ઞાનસ્વરૂપ આત્મા છે.
પુદ્ગલ વિનાશી – નાશવંત છે, એટલે દુઃખરૂપ કહ્યા છે. પુણ્ય અને પાપ ઉભય વિનાશી છે. તેથી વિષમરૂપ છે. પુણ્યના ઉદયમાં પણ તરતમભાવોને કારણે વિષમતા છે, પુણ્યનો ઉદય પણ સાદિસાંત અને અનિત્ય છે, એવો ને એવો જ ટકતો નથી. માટે વિષમ છે.
ગમે તેવા પાપકર્મના વિપાકોદય વખતે આત્મદ્રષ્ટિમાં ભેદ ન પડવો જોઈએ. સમત્વ ટકવું જોઈએ. સાધના અને સાધ્ય અભેદ રહે. પૂર્ણનું જેવું સ્વરૂપ છે તેવું સાધકે સાધના દ્વારા પ્રગટ કરવાનું છે. સાધનામાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org