________________
પરભાવોની ઉત્પત્તિનું કારણ બહું દેહ છું.”
પપ દોષનું કાર્ય શું ? દોષિતને દોષ પીડા આપે, તેના સંબંધમાં આવનારને પણ દુઃખી કરે.
ગુણનું કાર્ય શું ? ગુણીને ગુણ સુખ આપે અને તેના સંબંધમાં આવનારને પણ સુખી થાય.
દોષની સામે ગુણો છે, તેથી અપેક્ષાએ તે પરાશ્રયી છે. જ્ઞાનાદિ ગુણો આત્માના છે જે સ્વાશ્રયી છે. જેથી આત્મા સહજાનંદ સ્વરૂપનો અનુભવ કરે છે. '
સંસારમાં સચિત પદાર્થોને, પુદ્ગલોને કેવી રીતે જોવા ? મારે તેમની સાથે કંઈ અભેદ સંબંધ નથી. હું તેમના વડે નથી, તેઓ મારા વડે નથી. તે સૌ અસાર છે. તો પુદ્ગલ નિમિત્તે થતા રાગાદિ અટકી શકે.
અસાર એટલે હોય પણ મટી જાય. સારભૂત એટલે ત્રિકાળ અબાધિત હોય. અનાદિકાળથી જીવ દેહભાવે ઇન્દ્રિયોની મદદથી ઇન્દ્રિયોના ભોગ-સુખ માટે પરપદાર્થોને જાણતો આવ્યો છે. પરંતુ પોતાના શુદ્ધ સ્વરૂપને જાણવા માટે કંઈ શ્રમ કરતો નથી.
૦ સચ્ચિદાનંદમાં વિકારનું એક પાસુ દુખ, બીજું પાસુ સુખ, © પ્રેમમાં વિકારનું એક પાસુ રાગ, બીજું પાસ દ્વેષ.
જ્ઞાનમાં વિકારનું એક પાસુ અજ્ઞાન બીજું પાસુ મોહ.
આ સર્વ વિકારો સ્વસ્વરૂપને છુપાવવાનું કામ કરે છે. તેથી દેહ દ્વારા સુખ-દુઃખનું વદન થાય છે. વિકારીપણે પણ આનંદનું અવિનાશીપણું સંસારી જીવમાં ચાલુ છે. કારણ કે જીવને એક ક્ષણ પણ દુઃખ ગમતું નથી. દુઃખનો પ્રતિકાર કરીને આનંદને ઇચ્છે છે. આમ પરભાવના પૌગલિક પદાર્થોના લક્ષણોને જાણવા, કે જેમાં આત્માનું કેવળ અહિત જ રહ્યું છે. તેથી ત્યાગ કરવા યોગ્ય છે. તેનાથી વિરમવા યોગ્ય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org