________________
સ્વરૂપસાધનાનાં સોપાન સ્વયં છે. પુદ્ગલ દ્રવ્ય બાહ્ય સુખમાં નિમિત્ત બને પણ સુખનો ગુણ આત્માનો છે. ભલે આત્મિક સુખ વેદો કે પરાશ્રિત પુણ્યના ઉદયે સુખ વેદો બંનેનો આધાર આત્મા છે.
પુણ્યના ઉદયથી મળતા શાતા વેદનીયના સુખમાં જીવની તદાકારતા થાય છે તે આવરણ છે. કારણ એ વેદનમાં સ્વરૂપનું વિસ્મરણ થાય છે. વળી દુઃખને પણ ભોગવવાનું નથી, દુઃખને પણ સાધનાનું સાધન બનાવવાનું છે. ઓઘ દૃષ્ટિએ દુઃખ વેઠી જીવ ઊંચો આવે છે. તો પછી સમતાથી વેદે તો મુક્ત થાય. દુઃખ આવતાં આપણે પર દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવનો આશરો લઈએ છીએ. કે દોષ આપીએ છીએ. અને દુઃખ દૂર કરવા પ્રયત્ન કરીએ છીએ, તે ખોટો પુરુષાર્થ-માર્ગ છે. તેનાથી ઘાતી કર્મની પરંપરા ચાલુ રહે છે.
પૌગલિક વસ્તુ જરૂર હોય તેટલી ગ્રહણ કરવી તે વિવેક છે. તે આહાર, વસ્ત્ર, ગમનાગમનમાં વિચારવી. પુદ્ગલદ્રવ્યને કાળ છે, તેથી તેમાં ભવિતવ્યતા જોડાય છે. જેને અકાળ છે. તેને ભવિતવ્યતા નથી. પુદ્ગલને કોઈ કર્મ કે પુરુષાર્થ નથી. સાધનના પદાર્થો પુદ્ગલાસ્તિકાય છે. તેથી તેમાં અને ક્રિયામાં અનેક ભેદ હોય છે. મનાદિ યોગ એ નજીકનાં સાધનો છે. અન્ય પુગલદ્રવ્ય દૂરનાં સાધનો છે.
પૌલિક સાંયોગિક અવસ્થા નૈમિત્તિક અશુદ્ધ અવસ્થા સંયોગ વિયોગથી હોય છે. તે અવસ્થાને શુદ્ધ બનાવી શકાય છે. તે માટે પૌદ્ગલિક પદાર્થોનું મમત્વ અને અહમ્ કાઢવું પડે છે. કોઈના કહેવાથી અહમ્ મમત્ત્વ જતું નથી પણ જ્યારે ગુરુના ઉપદેશથી બોધનું પરિણમન થાય છે. ત્યારે તે ભાવ નીકળી જાય છે.
જેમ કે ઘઉં આદિ મારા છે એ સંસારી કહે છે. તેમાંથી મેં રોટલી વગેરે બનાવી તેમ કહે છે. મેં ખાધું મને ઈષ્ટ લાગ્યું તેમ કહે છે પણ જીવ જ્યારે એમ કહે છે ત્યારે રોટલી વગેરે પદાર્થો તો સપ્ત ધાતુમાં પરિણમે છે. હવે તેમાં તારો કર્તાભાવ ક્યાં રહ્યો? નાહકનો બંધાય છે.
પંચભૂતના દેહમાં હુંપણાનું ભૂત વળગ્યું છે. તેને વિવેકપૂર્વક
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org