________________
પરભાવોની ઉત્પત્તિનું કારણઃ “હું દેહ છું.”
૩૭ મનાતીત, વચનાતીત, દેહાતીત કરવાનું છે. પૃથ્વી આદિ પંચભૂતના ઘણા આકરો છે. દૃશ્ય દ્રષ્ટા ઉપર અસર ઉપજાવે છે. દ્રષ્ટા સ્કંધને આકાર આપવા દય બનાવે છે. ઘર, નગર આદિ દશ્યનો કર્તા ભોક્તા બની બંધાય છે.
આત્મા સ્વભાવથી ઉપયોગ ભાવ સ્વરૂપ છે. તેથી શુદ્ધ ઉપયોગ વડે પરિપૂર્ણ બને છે. પુદ્ગલમાં ભાવ-ગુણ અને ક્રિયા બને છે. તેથી અપૂર્ણ હોય અને અપૂર્ણ રહે. પુદ્ગલના સાધનથી થતી ક્રિયા પણ અપૂર્ણ રહેવાની. આમ સમજીને પુદ્ગલના ભાવો અને ક્રિયાને સ્વ-સ્વરૂપે માની પકડ્યા છે તે છોડવાના છે અને સ્વરૂપને પકડવાનું છે.
આત્મા અને પુગલનો પારમાર્થિક સંબંધ નથી. આત્મા પુદ્ગલ વડે જીવતો નથી અને મરતો પણ નથી. પણ ઈષ્ટાનિઝ બુદ્ધિ કરીને જીવ પુદ્ગલના પરિવર્તનમાં સુખ-દુઃખના ભાવ કરે છે. પુદ્ગલની અવસ્થાઓનું પરિણમન ક્રમિક છે પરંતુ કેવળજ્ઞાનનું સામર્થ્ય એવું છે કે તેમાં સર્વ અવસ્થાઓ અક્રમિક – યુગપદું જણાય છે.
પુગલના મુખ્યત્વે ચાર ભેદ છે. વર્ણ, ગંધ, રસ અને સ્પર્શ. આ ચારે સ્વતંત્ર છે. પરસ્પર સમાઈ જતાં નથી કે એકબીજાનું કામ કરવા સમર્થ નથી. અંધ માણસ કાનથી જોઈ ન શકે. છતાં આત્મશક્તિ દરેક ભેદોને જાણવા સમર્થ છે.
અઘાતીકના ગુણધર્મો પુગલદ્રવ્યના છે. એના વિપરીત ગુણધર્મો આત્માના છે. પુદ્ગલ ક્રિયાશીલ હોવાથી કમરૂપ છે. આત્મા જ્ઞાનસ્વરૂપ હોવાથી જ્ઞાતા દ્રષ્ટા છે. કર્તા ભોક્તા નથી. પુદ્ગલના સંગે ક્રિયાશીલ થાય છે. તેથી સંકલ્પવિકલ્પ ઉત્પન્ન થાય છે. એ કારણે જીવન પુદ્ગલના સ્કંધોને વિચિત્ર આકારો આપી સુખબુદ્ધિ-ભોગબુદ્ધિ વડે દશ્ય બનાવે છે. જેમ જીવ પશુયોનિમાં મોર જેવા પક્ષી તરીકે જન્મે ત્યારે શરીરને આર્કષક બનાવે છે. ચેતનામાં પડેલા સંસ્કારોથી આ સંભવ છે. અને આ કારણે જીવ પોતાનું સ્વરૂપ ભૂલી જાય છે. તેનું અનુસંધાન છૂટી જાય છે. વાસ્તવમાં આત્મા એવા વિચિત્ર આકારોરૂપ પુદ્ગલનો કર્તા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org