________________
પરભાવોની ઉત્પત્તિનું કારણ હું દેહ છું.”
પ૩ છે તે સુંદરતા આદિને આપણે પર દ્રવ્યમાં જોઈને તેમાં જ વિશ્વાસ ધરાવીએ છીએ, તેમાં ભૂલા પડી ભ્રમિત થઈએ છીએ તેથી પરિણામે . દુ:ખ પામીએ છીએ.
ગ્રહણ ગુણ પુદ્ગલનો છે. અજ્ઞાનવશ જીવ પુદ્ગલના સંબંધોને ગ્રહણ કરે છે. તે વિભાવદશા છે. ત્યાગભાવ એ ગ્રહણ સાપેક્ષ છે. કર્મ અધ્યસ્થ છે, આત્મા અધિષ્ઠાન છે. કર્મ ઉદયમાં આવે છે તે વખતે કર્મબંધ સમયે જે ભાવ કર્યા હોય તેની પ્રકૃતિ અને રસના ભાવને જીવ વેદે છે. પ્રદેશ અને પ્રકૃતિ એ રસ અને સ્થિતિનો આધાર છે. સ્થિતિ એ સત્તા છે. પ્રકૃતિ અને રસ ઉદયમાં આવે સ્થિતિનું કાર્ય પૂરું થાય છે. એમ કર્મસત્તા સંસારી જીવને નિરંતર હોય છે. કર્મની એ શક્તિ નવા કર્મને બાંધે છે. કર્મની કોઈ સ્વતંત્ર શક્તિ નથી. અધ્યાત્મમાં આત્મશક્તિ પ્રધાન હોય છે. ત્યારે કર્મસત્તા ચાલતી નથી. માટે જીવે વર્તમાન દશામાં જાગ્રત રહેવાનું છે.
કથંચિત મોક્ષના લક્ષ્ય વિના ધર્મ કરે તો શુભભાવ વડે અધોગતિથી કે તિર્યંચગતિથી બચે છે. દેવ-મનુષ્ય ગતિ પામી વળી ધર્મનો યોગ પ્રાપ્ત કરી શકે. દેહ મળે વાસના રહે, પણ દેહનું સુખ છોડી શકાય છે. પરંતુ દુઃખથી છૂટવું કઠણ છે. દેહના દુઃખથી છૂટવા દેહભાન ભૂલવું જોઈએ.
અવિરતિ અને કષાયભાવો જેને વર્તે છે તે મિથ્યાભાવવાળો છે. કષાય એ વિષયનો રસ છે. જેટલા આરંભ, સમારંભ, ભોગ ઓછા એટલા કષાયભાવ - પરભાવ ઓછા થશે.
શરીર એ પુદ્ગલ દ્રવ્ય છે. તેના દ્વૈતભાવો ભેદ) સારાનરસાપણે વર્તે છે. જે દેહનો ઉભય ધર્મ છે, જ્યારે આત્માનો ધર્મ માત્ર તે સમયે આનંદમાં રહેવું તે છે. સર્વ પદાર્થોના સંયોગોમાં દૃષ્ટિ સમ રહેવી જોઈએ. વિષમતા ટળવી જોઈએ. શાતા અશાતા ઉભય કર્મ વેદનીયના છે. જ્ઞાની તેનાથી પર આ આનંદમાં વર્તે છે. શરીર એ આત્મા નથી તે પારમાર્થિક સત્ય છે. અને શરીર એ આત્મા છે તે અપેક્ષાએ વ્યાવહારિક સત્ય છે વ્યાવહારિક સત્ય માનશો તો અહિંસા, દયા, કરુણા આદિ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org