________________
મોક્ષને બાધક તત્ત્વ શું છે? તે સમજી લઈએ
૨૪૯
જેવા ગુણ જરૂરી છે. જેના વડે ઘાતકર્મો સુધરતા જાય છે. પરોપકારાદિ કરવાવાળાં કર્મયોગી ભોગી હોઈ શકે પણ તે આરાધનાયોગને પાત્ર બની શકે છે. તે માટે પણ પુણ્યયોગની જરૂર પડે છે. ઉપાસનામાં દેહાધ્યાસ ઘટે છે. પાપ પ્રવૃત્તિ ઘટે છે. ઉપાસના જ્ઞાનયોગ પ્રત્યે જઈને જ્ઞાનાવરણ કર્મને નષ્ટ કરે છે. ગમે તેવા કર્મ ઉદયને સાધન બનાવી જ્ઞાની મોક્ષની સાધના કરે છે.
ઘાતકર્મનો બંધ એ સાધન બની શકતું નથી. પરંતુ ઉદયને જ્ઞાનપૂર્વક સાધન બનાવી શકાય છે. સર્વ કર્મનો ક્ષય થયા પછી જ સ્વરૂપ અવસ્થા પ્રગટે છે. તે પ્રગટ ન થાય ત્યાં સુધી ક્ષયોપશમભાવે સાધના કરી ક્ષાયિકભાવ પ્રગટાવવાનો છે.
કાર્મણવર્ગણા એ કર્મની કાચી ધાતુ છે. તેમાં પ્રકૃતિ, રસ અને સ્થિતિ દાખલ થાય છે. ત્યાં જીવના ભાવ નૈમિત્તિક છે. આત્મ પ્રદેશો કાર્મવર્ગણા સાથે ક્ષીરનીરની જેમ એકમેક થાય છે. સાધક જીવને કર્યોદય બોજારૂપ લાગે છે.
ઔદયિક, ક્ષયોપશમ અને ઉપશમભાવ કર્મભનિત હોવાથી સાદિસાંત ભાવવાળા છે, તે ટળી શકે છે. ક્ષાવિકભાવ અપેક્ષાએ કર્મની પ્રકૃતિના ક્ષયથી પ્રગટ થાય છે છતાં તે કર્મજાનત મનાતું નથી. કારણ કે સાદિ છે પણ અનંત છે. શુદ્ધ ભાવને ટકાવવાવાળું છે.
કર્મ ક્રિયા સ્વરૂપ છે, ભક્તિ ભાવસ્વરૂપ છે. જ્ઞાન વિચારસ્વરૂપ છે.
કર્મયોગમાં કાયાની પ્રધાનતા છે. ભક્તિમાં મનની પ્રધાનતા છે. જ્ઞાનમાં વિચાર-બુદ્ધિની પ્રધાનતા છે. - દુર્જનતા કે પાપવૃત્તિથી કરેલાં કર્મો ભયંકર પરિણામ લાવે છે. તે ભક્તિ જેવા સાધનથી પણ ખપતા નથી. ભોગવવાં જ પડે છે. કેવળ ભોગવૃત્તિથી બાંધેલાં કર્મો ભક્તિથી ખપે. પણ કુટિલતાથી બાંધેલા કર્મો પરોપકારાદિથી હળવાં બને. બોધરૂપ તપથી ક્ષય થાય.
કર્મયોગીને મનની અસ્થિરતા છતાં તે પુણ્યનો અધિકારી બને છે. પાપ બાંધતો નથી. મોક્ષના બાધક તત્ત્વને તે જાણે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org