________________
૯૧
સાધનાનું ક્ષેત્ર વિશાળ છે થાય. તેમાં જો શુદ્ધતા આવે તો મોક્ષ પ્રાપ્ત થાય તે વિશેષ ફળ છે. આ પ્રમાણે સત્સંગ સ્વાધ્યાય દરેક અનુષ્ઠાનનું માહાસ્ય સમજવું.
પુનઃ પુનઃ પ્રયત્ન કરીને નિર્વિકલ્પ દશાને આરાધવી તે પરમાત્માની ભક્તિ છે. ઇચ્છા-વિચારરહિત થવું તે આત્મસ્વરૂપની સાધના છે. શ્રવણ, મનન, ચિંતન, કે ધારણાથી મનોબળ વધારવું. ધ્યાન સમાધિ દ્વારા મન નિર્વિકલ્પ બને છે. મનની ચંચળતા, નિર્બળતા, ભયભીતતા, આદિને ખતમ કરવાના છે. આમ મનને સબળ બનાવી અમન થવાનું છે. શુદ્ધ ઉપયોગવંત થવાનું છે.
અહિંસા, ક્ષમા, દયા, દાન, પરોપકાર, સંયમ, તપ આદિ સાત્ત્વિકગુણોનું સેવન ભાવથી કરે તો મિથ્યાત્વ મોહનીય કર્મ પરિવર્તિત થઈ સમ્યકત્વ મોહનીયરૂપે પરિણમે.
સાધુજનો સુખી કેમ છે ? તેઓ નિરારંભી, નિષ્પરિગ્રહી, જિતેન્દ્રિય હોવાથી તદ્ભનિત ઉપાધિ કે દુઃખ નથી. વળી ઉપસર્ગ અને પરિષદ સહન કરવા હંમેશાં તત્પર છે. તેથી જ્યારે તેવી પરિસ્થિતિ સર્જાય છે ત્યારે તેઓ દુઃખિયા નહિ પણ સુખિયા હોય છે.
જ્ઞાની કોણ?
પોતાથી પર એવા વિશ્વના પદાર્થોને સુખનો આધાર ન માને પણ પોતાના સુખનો આધાર પોતાને જ માને, આત્મ સ્વરૂપને માને, સ્વનો અનુભવ પામે.
અજ્ઞાની દુઃખી કેમ?
શરીર આદિ સર્વ પૌગલિક પદાર્થોમાં મોહ રાખવો. સુખ કે ભોગબુદ્ધિ રાખવી. જોકે જીવ ત્યારે જડરૂપે થતો નથી પણ આવા અજ્ઞાન અને મોહવશ તે જીવ આત્માના સુખનું વેદન કરી શકતો નથી. એટલે તે દુઃખી છે. અજ્ઞાની કંઈ નથી જાણતો તેમ નથી પણ તે જે જાણે છે તે વિપરીત જાણે છે. પદાર્થના સ્વરૂપને જાણતો નથી. સ્વીકારતો નથી.
• ક્ષયોપશમ જ્ઞાન ક્રમિક છે, પૂર્ણજ્ઞાન અક્રમિક છે. બે દ્રવ્યોના સંયોગ વગર વ્યવહાર ન હોય. પરમાર્થતત્ત્વમાં સંયોગ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org