________________
૯૨
સ્વરૂપસાધનાનાં સોપાન વિયોગ, રાગ-દ્વેષ, કર્તા-ભોક્તા જેવા વ્યવહાર નથી. આત્મા અને કેવળજ્ઞાન સાંયોગિક નથી. સ્વસ્વરૂપ છે. કેવળી ભગવંતને આત્માનું જ્ઞાન આનંદરૂપ છે. અનુભવાત્મક છે.
તીર્થંકર પરમાત્માનું સમવસરણ તે પુણ્યાતિશયની ફળશ્રુતિ છે. એટલે તે વિસર્જન થાય છે. જ્યારે કેવળજ્ઞાન સ્વયંભૂ સ્વસત્તારૂપ, અરૂપી, અક્ષય હોવાથી વિસર્જન થતું નથી. તે સાદિઅનંત છે. જ્ઞાનાવરણીય કર્મનો પ્રભાવ આ કેવળજ્ઞાનને નષ્ટ કરી શકતું નથી પણ સંતાડી દે છે, આવરણ કરે છે, માટે સાધકે આત્મસ્વરૂપને પ્રાધાન્ય આપવાનું છે. શુદ્ધ સ્વભાવના બે ભેદ છે: ૧. પરિણામિકભાવ, ૨. ક્ષાયિકભાવ.
આ બંને ભાવોમાં પર પદાર્થનો સબંધ નથી. કર્તાભોક્તાપણાનો ભાવ ન હોય. કર્તાભોક્તાપણાના ભાવનું સ્વભાવ પર આચ્છાદન હોવાથી સ્વભાવનું વદન થતું નથી. દર્શન, જ્ઞાન, ચારિત્ર, તપ, વીર્યના ઉપયોગરૂપ જે આપણા પરિણામિક ભાવ છે. તેને ઔદયિક, ઉપશમ, ક્ષયોપશમ ભાવ છુપાવી શકે છે. પણ નાશ કરી શકતા નથી. ક્ષાયિકભાવનું પરિણમન પારિણામિકભાવને પ્રગટ કરે છે. આવરણ ટાળી શુદ્ધ કરે છે. તે નિરાવરણ દશા છે. પારિણામિકભાવની વાસ્તવિકતા ક્ષાયિકભાવ છે.
સાધકપણામાં જાણવા જવું તે સહજતા નથી. કર્તાભોક્તાભાવ ન થવો તે નિર્દોષતા છે, જે સાધકનો ગુણ છે. આ ગુણથી જીવનો કર્તાભોક્તાભાવ ન હોવાથી ઘાતકર્મોનો ક્ષય થાય છે. ક્રમે કરી અઘાતી કર્મોનો ક્ષય થઈ. અકર્તા અભોક્તાપણું પ્રાપ્ત થાય છે. વર્તમાનમાં કર્તાભોક્તાભાવ રહે તો ઘાતકર્મનો નવો બંધ થાય છે. આત્મા પર અશુદ્ધિ ઘાતકમની છે. અને પ્રદેશો પર અશુદ્ધિ અઘાતી કર્મોની છે. તેના શુભાશુભ ઉપયોગની અશુદ્ધિ ઘાતકર્મોને આભારી છે.
જેમ પ્રદેશ વગરનો આત્મા નથી તેમ જ્ઞાન વગરનો આત્મા નથી. ઉપયોગને નિરાવરણ કરવો તે સાધના છે. પરમાર્થને અનુરૂપ સાધનાથી જેટલો ઉત્કૃષ્ટ પુણ્યબંધ થાય, ઉત્કૃષ્ટ નિર્જરા થાય, ઉપયોગની શુદ્ધિ થાય, તેટલી માત્ર કરણ (મનાદિ) કે ઉપકરણની સાધનાથી થતી નથી.
૧૦:
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org