________________
સાધનાનું ક્ષેત્ર વિશાળ છે
૯૩ કરણ ઉપકરણ અનુકૂળ સાધન છે, અનુરૂપ સાધન નથી.
અજ્ઞાનમય ઉપયોગથી જ ઉપયોગની અશુદ્ધિ થઈ છે. ઉપયોગની અશુદ્ધિએ અધિકરણને જન્મ આપ્યો છે. અધિકરણની સામે ઉપકરણને સાધન તરીકે રાખવા જોઈએ. અને જ્ઞાનમય ઉપયોગ દ્વારા ઉપયોગની શુદ્ધિ કરવી જોઈએ. તે સાધના છે.
પર દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવ પર છે. તેને માત્ર સાધન બનાવો. આત્મા સ્વભાવરૂપ છે, તેને પણ સાધન બનાવો. અને સાધ્ય શુદ્ધસ્વરૂપ છે. તેનું નિશ્ચયથી લક્ષ્ય રાખો. આપણે આપણા ઉપયોગમાં મોહને જાણ્યો ત્યારથી સાધના શરૂ થઈ. તેને દૂર કરવાનો પુરુષાર્થ કરવો તે સાધનાનો વિકાસ છે. પરનું સ્વરૂપ જાણવાનું છોડી, પરમાત્માના ક્ષાયિક સ્વરૂપને અનેક અવસ્થાઓથી જાણી, સ્વતરફ વળવું તે સાધના સાધ્ય સુધી પહોંચાડશે.
નિરારંભીપણું, નિષ્પરિગ્રહીપણું, જિતેન્દ્રિયતા એ સાધનાનાં અંગો છે. વળી શાસ્ત્રદર્શન વડે સ્વદોષદર્શન જાણીને ભૂલો સુધારવી. આત્મદર્શન માટે જેમ પરમાત્મદર્શન છે, તેમ દોષદર્શન માટે શાસ્ત્રદર્શન છે. તે દર્પણ સમાન છે. કેવળી ભગવંત સ્વયં જગતનો પવિત્ર અરીસો છે. કેવળી ભગવંતની છાયારૂપ શાસ્ત્રો છે. શાસ્ત્રદર્શનથી પોતાની ઊણપ કાઢવાની છે.
મોક્ષમાર્ગની સાચી સાધના ક્યારે ?
આપણને આપણી અપૂર્ણતા, ત્રુટિ, દોષો ખૂંચે અને તે કાઢવા પ્રયત્નશીલ થઈએ ત્યારે આપણી સાધના સાચી હોય છે. અઢાર પાપ સ્થાનકોથી રહિત ગુણવાન કોણ છે; તેમના ગુણોને અપનાવો, તેમાં નામ, વેશ લિંગનો આગ્રહ છોડવો. તમે જે કોઈ ક્રિયા, અનુષ્ઠાન કરો તે તમને મુક્તિ પ્રત્યે લઈ જતું હોવું જોઈએ. અનશન, તપ, જપ, ધ્યાન, સ્વાધીનપણે થવા જોઈએ. પંચાચાર કે પંચમહાવ્રત, પંચસમતિ કે ગુપ્તિ કેવળજ્ઞાનને પ્રગટાવનારી જોઈએ. અજ્ઞાન, દોષ, પ્રમાદ, ક્ષતિઓ ક્યાં સુધી રહેશે જ્યાં આપણને તે આંખના કણાની જેમ ખૂંચતા નથી ત્યાં સુધી રહેશે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org