________________
જૈનદર્શનના દ્રવ્યાનુયોગનું આંશિક કથન
૧૮૩ વગેરે. જીવનો પુદ્ગલ સાથેનો કર્તાભોક્તા ભાવ બંધનરૂપ છે. તેને દૂર કરવા પુદ્ગલનો દ્વેષ બતાવ્યો છે. તે પણ ઉપચાર છે.
પાંચે અસ્તિકાયના દ્રવ્ય-ગુણ-પર્યાયની વિચારણા આત્માના ગુણને કેળવવા માટે છે. ગુણોનું સાવરણ થવું તે ખંડિતદશા છે; કારણ કે કેવળજ્ઞાનાદિ ગુણોનું સંવેદન નથી થતું. જ્યાં એકાગ્રતા – સ્થિરતા આવે ત્યારે આનંદ અનુભવી શકાય. ભોગ્ય પદાર્થો ભેગા થાય અને આનંદ આવે તે નિરૂપાધિક આનંદ નથી. આનંદ ભોગ્ય છે અને આનંદ સાથે ભોક્તાનો અભેદ સંબંધ તે સાચો આનંદ છે. ઘણા પ્રકારોનું અભેદ થવું તેમાં જે ભૌતિક આનંદ આવે તે કૃત્રિમ આનંદ છે. જેમ કે રસેન્દ્રિયના ભોગમાં, શ્રમ, સાધન, ક્રિયા, કાળ વગેરે પ્રકારો હોય ત્યારે સુખ મળે છે. અન્ય ક્ષેત્રે એવું જ છે. સ્વરૂપ ભોગાવસ્થામાં સાધન, શ્રમ વગેરે અલગ ભેદ હોતા નથી. કેવળજ્ઞાન થતાં એક સમયમાં આત્માના સર્વ પ્રદેશે સર્વ ગુણોનો આનંદ સાદિઅનંત અવસ્થાનો છે.
સ્વરૂપ ઉપયોગમાં સ્થિરતા કરવાથી સ્વાધીન સુખ સ્વક્ષેત્રે પ્રાપ્ત થાય છે. વાસ્તવમાં સ્વરૂપ પ્રાપ્ત છે. તેની ઇચ્છા કરવાની નથી. ઇચ્છા પર વસ્તુની કરવી પડે છે. પુદ્ગલના બનેલા સાધનોમાં આત્માનું સ્વરૂપ નથી. તેને સાધન બનાવી તીવ્ર વૈરાગ્ય - મોક્ષની ઇચ્છા રૂપ અસાધારણ કારણ (ચિત્ત શુદ્ધિ) નિર્માણ કરવાથી સ્વરૂપ વેદના થાય છે. સંસારમાં ક્રિયા પુદ્ગલની પણ સત્તા આત્માની છે. આવરણ છે ત્યાં સુધી પુગલની સક્રિયતા રહેવાની. પુદ્ગલદ્રવ્યમાં ઈષ્ટભાવ તે મોહનું પરિણામ છે. હિંસા મૃષા, ચોરી, મૈથુન, પરિગ્રહમૂછ તે મોહનાં સાધનો છે. જો મોહ કરવો છે તો સર્વત્ર કરો જે પ્રેમ સ્વરૂપે પ્રગટ થશે, જેથી બંધનકર્તા નહિ થાય. મોહજનિત મૂઢતા જશે. ચારિત્ર મોહનીય પણ જશે અને જીવ ક્ષાયિકભાવ પામશે. સ્વરૂપ ઉપર પૂર્ણ વિશ્વાસ આવે મોહ ટકી ન શકે અને સ્વરૂપ અનુભવ થયા વગર ન રહે. પ્રજ્ઞા અને વિવેકનો પ્રકાશ જ એવો છે કે મોહ સ્વયં દૂર થઈ જાય છે.
દ્રવ્ય સામાન્ય, ગુણ વિશેષ, ગુણ સામાન્ય, પર્યાય વિશેષ, કોઈ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org