________________
૧૮૪
સ્વરૂપસાધનાનાં સોપાન પણ ગુણ દ્રવ્યનો અંશ છે. પર્યાય એટલે દ્રવ્યાંશ. અંશ સ્વતંત્ર નથી. એ દ્રવ્યોનો અંશ છે. અંશને સ્વતંત્ર ગણીએ તો તે દ્રવ્ય ગણાય. પ્રદેશપિંડ આધારરૂપ દ્રવ્ય ન હોય તો ગુણ ન હોય. ગુણ ન હોય તો દ્રવ્ય ન હોય. તેમાં રૂપાંતર ન થાય તે દ્રવ્યનું અખંડપણું છે. તે અખંડપણું કેવળીગમ્ય છે.
સંસારી છદ્મસ્થ જીવ કોઈ પણ પદાર્થને જોશે. સાંભળશે, બોલશે ભેદથી જ. ભેદો અને વિકલ્પો કેવળ હીન તત્ત્વ નથી. તે માત્ર અપૂર્ણતા સૂચવે છે. એક જ સમયે થતું જ્ઞાન જે અભેદ છે, તેમાં જ્ઞાતાદ્રષ્ટાપણું મુખ્ય છે.
કેવળજ્ઞાન ત્રણે કાળમાં ઉત્પન્ન થાય છે. ક્ષેત્રભેદ ભલે હો, જો વર્તમાન કે ભવિષ્યમાં કેવળજ્ઞાન ન થાય તો તે ભૂતકાળમાં ન હતું તેમ માનવું પડે. ત્રણે કાળમાં તેનું પ્રાગટ્ય છે તેથી તે અનાદિ અનંત છે. અંતરળમાં વિરહકાળ હોય. પણ સત્તાથી ભેદ ન હોય.
છબસ્થ જીવદ્રવ્ય ભાવયુક્ત હોવા છતાં ભાવ ફરતા હોવાથી દ્રવ્ય -ભાવ ભેદરૂપ છે. કેવળી ભગવંતને દ્રવ્ય-ભાવ અભેદ છે. તે યથાસ્થિત સાદિઅનંત છે.
પુગલદ્રવ્ય એક તેની પર્યાય અનંત તેથી પર્યાય ગહન અને મહાન છે. પર્યાય સ્વયં દ્રવ્યથી એક છે પણ પર્યાયથી પર્યાયો અનંતરૂપે છે. તે સર્વે જાણનાર ચૈતન્ય-આત્મા મહાન છે. માટે આત્મા સર્વ સત્યનું સત્ય. સારનું સાર. સનું સત્ છે. સ્વરૂપ વિશેષ એ એનું સ્વરૂપ છે, તે દેહરૂપ નથી.
દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવની સાપેક્ષતા - દ્રવ્ય = દ્રવ્યમાત્ર સ્વમાં રહીને પરિણમન કરે.
ક્ષેત્ર = આત્મ પ્રદેશો જે ક્ષેત્રે અવગાહન કરે તે, (દેપ્રમાણ, આકાશપ્રદેશ, આસનક્ષેત્ર. વ્યવહાર અપેક્ષાએ.)
કાળ = મતિજ્ઞાન આદિના ઉપયોગનો સ્વકાળ તે નિશ્ચયકાળ. વાર, તિથિ, વર્ષ વગેરે વ્યવહાર કાળ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org