________________
જૈનદર્શનના દ્રવ્યાનુયોગનું આંશિક કથન
૧૮૫
ભાવ = નિશ્ચયથી આત્માના ના દર્શનાદિ ગમત લાં આવરણો, વચ્ચે પણ યથાવત્ રહે.
જૈનદર્શનમાં દ્રવ્યાદિનું પૂર્ણ સ્વરૂપ બતાવ્યું છે. આત્મામાં રહેલા પૂર્ણ ગુણોનું સ્વરૂપ, રમ્યગુભાવો, અહિંસાની સૂક્ષ્મતા, દાન, નિષ્કામ સેવા, વૈયાવચ્ચ જેવા નિમિત્તા 3 ગુણરૂ૫ શ્રેષ્ઠતા બતાવી છે.
અહિંસામાં પકાય ની રક્ષા, ભાવમાં જિનકલ્પદશા, અનશનની સ્વૈચ્છિકતા, ધ્યાનમાં નિર્વિકલ્પદશા, કાયોત્સર્ગ વડે આત્માની દેહથી ભિન્નતા, શુદ્ધ અરૂપી આત્માનું સંવેદન, મૌન વડે વિશ્વ સાથે વ્યવહારિક સંબંધનું વિસર્જન, આત્માની અભેદ અવસ્થાને પામવાનું, વગેરે જૈન દર્શનની વિશિષ્ટતા અને પરાકાષ્ઠા છે.
સિદ્ધ પરમાત્મા યોગાતીત, નિરાકાર, ગૂિંણ છે. સયોગી અવસ્થામાં દેહ છતાં દેહાતીત દશા, સાધનાતીત અવસ્થા, અમરત્વ, ક્ષાયિકભાવો. જેનદર્શનનાં સર્વોચ્ચ રહસ્યો છે.
દ્રવ્યનું સ્વરૂપ ગુણથી નક્કી થાય છે. ગુણ સહભાવી અને અનાદિઅનંત સ્થિતિવાળા છે. પર્યાય સાંદિરાંત હોય. દરેક જીવની અપેક્ષાએ અનાદિઅનંત છે. દ્રવ્ય માટે ગુણ લક્ષણ કહેવાય. છતાં અન્ય દ્રવ્ય પરત્વે કાર્યરૂપ થાય ત્યારે શક્તિ કહેવાય. ગુણ ભેદ કરી વિશેષતા બતાવે તે પર્યાય કહેવાય. પર્યાય ગુણભેદક છે. ગુણ દ્રવ્ય ભેદક (જણાવે) છે. આકાશનો ગુણ અવગાહના પણ અન્ય પદાર્થોને જગા આપે. એ અપેક્ષાએ શક્તિ પર્યાય કહેવાય.
એક દ્રવ્ય બીજા દ્રવ્યની અસરમાં હોય ત્યારે તે અશુદ્ધ કહેવાય. સંસારી જીવની અશુદ્ધતા પર પદાર્થના રાગાદિભાવથી છે. મતિજ્ઞાનના ઉપયોગમાં જે સુખની ઇચ્છા થાય છે, તે પુગલ, દેહ, ઇન્દ્રિય આશ્રિત છે. જીવનો દૃષ્ટિપાત-ઉપયોગ અનાદિકાળથી જડ પર છે. નિશ્ચયથી એક દ્રવ્ય બીજા દ્રવ્યનું કંઈ કરતું નથી, તેનો બોધ પામી હે જીવ! વિચારજે કે કર્મ સત્તાનો ગમે તેવો પ્રભાવ હોય તો તે તારા સ્વરૂપને – ગુણને ભલે દબાવે પણ તારા સ્વરૂપનો નાશ કરી શકે તેમ નથી. માટે તું
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org