________________
અધ્યાત્મયોગ
૧૩૧ નિમિત્ત સંબંધ છે. જ્ઞાનાવરણીય કર્મનો સાંયોગિક સંબંધ છે. વિકૃતિએ પ્રકૃતિનો આધાર લીધો છે. વિકૃતિનો પ્રકૃતિમાં (સ્વભાવમાં) લય થવાથી પ્રકૃતિ નિરાવરણ બને છે. વિનાશી તત્ત્વો અવિનાશી તત્ત્વોનો આધાર છે.
શાસ્ત્ર એટલે આપણે જે જીવન જીવીએ છીએ તેની અક્ષરમૂર્તિ. આપણે જે જીવન જીવીએ છીએ તેનું યથાયોગ્ય ભાન નથી તે આપણું જ અજ્ઞાન છે. આપણને તત્ત્વના સત્ અસપણાનું ભાન નથી. તે અજ્ઞાન છે. જ્ઞાન આત્મામાં છે. શાસ્ત્રમાં જીવનની આકૃતિઓ કંડારી છે. અનાદિ અનંત અવસ્થાઓ પદાર્થ માત્રની શાસ્ત્રમાં બતાવી છે. તેનો અભ્યાસ કરી અજ્ઞાન દૂર કરવાનું છે.
દર્શનવાદ – શાસ્ત્રો બહિરંગ સાધન છે. જેના વડે બોધ પામી ક્ષયોપશમભાવ કેવળી ક્ષાયિકભાવ પામવાનો છે. વળી આપણામાં રહેલા રાગ-વૈરાગ્યને જાણીને આત્મદર્શન કરવાનું છે. દર્શનવાદ એ વાદ નથી પણ વચનયોગ છે. સ્યાદ્વાદ દર્શનને સાધન બનાવી અંતરંગ સાધના કરવાની છે. જેથી મોહનીય નાશ પામીને નિરાવરણ થવાય. - પાંચે અસ્તિકામાં જે પ્રદેશોમાં ઉપયોગ નથી તે જડ છે. અને જ્યાં ઉપયોગ છે ત્યાં ચેતન-જીવતત્ત્વ છે. તેને ઉપયોગ સર્વસ્વ છે. જેને મન વચન કાયાના ત્રણે યોગ હોય તેને જ્ઞાન દર્શન ઉપયોગ હોય. યોગ એ ઉપયોગનું કરણ-સાધન છે. ઉપયોગથી પૂર્ણ શુદ્ધિ તે કેવળજ્ઞાન છે. ઉપયોગમાં ખાલી પ્રદેશોની સ્પર્શનાથી સિદ્ધત્વ થતું નથી. એમ તો સિદ્ધશિલા ઉપર સૂક્ષ્મ જીવો છે પણ તેમને સિદ્ધત્વ નથી. યોગ પુદ્ગલ સ્વરૂપ છે. ઉપયોગ ચૈતન્યસ્વરૂપ છે. સિદ્ધ પરમાત્માને શુદ્ધ ઉપયોગ છે. યોગ નથી. યોગના ઉપયોગથી ઉપયોગની શુદ્ધિ કરવાની છે.
અન્ય બાહ્ય સાધનની મર્યાદા છે તે અનિત્ય છે. જે શ્રેષ્ઠ છે તેનો ઉપયોગ આત્મહિતાર્થે કરવો જોઈએ. તે સાલંબન યોગ છે. જે કોઈ કર્મ ઉદયમાં આવે તેને જે મોક્ષનું સાધન બનાવે છે. તે નિરાલંબન યોગ બને છે. ગમે તે સંયોગોમાં ક્લેશ કષાય કે ઉદ્વેગના વિકલ્પો ઊઠતા નથી. સદા આનંદમાં રહે છે તે અધ્યાત્મયોગી છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org