SearchBrowseAboutContactDonate
Page Preview
Page 147
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩૦ સ્વરૂપસાધનાનાં સોપાન એકાંત અત્યંત નિષ્પરિગ્રહી થઈ દિગંબર) સાધના કરવી. તપાચારના પાલનથી ઉપવાસાદિ સહિત નવકાર મંત્રનું શરણ લઈ યોગ્ય સમયે અનશન કરવું. જ્ઞાનાચારના પાલનની મુખ્યતામાં વિનય, વૈયાવચ્ચ છે. શાસ્ત્ર ગોખવાથી જે ક્ષયોપશમ ન થાય તે વિનય - વૈયાવચ્ચથી થાય. અપ્રમત્તપણે જિજ્ઞાસુ બની નિરાભિમાની થઈ જ્ઞાનની આરાધના કરવી. શ્રવણ, મનન, નિદિધ્યાસન, અનુપ્રેક્ષા, શ્રદ્ધાયુક્ત જ્ઞાનાચારનું સેવન કરવાનું છે. એકાગ્રતા થતાં સ્વરૂપ અભેદતા આવે, સ્પર્શના થાય. નિદિધ્યાસન એ આત્માના સ્વરૂપનું અનુભવન છે. પર દ્રવ્યના અનુભવથી નિઃશંક બનવાનું છે. જ્ઞાનમાં અને સ્વરૂપમાં સ્વસંવેદ્ય અનુભવ કરીને નિઃશંક બનવાનું છે. તેમાં પરમાત્માનું સ્મરણ પ્રારંભમાં સહાયક છે. પરમાત્માની મૂર્તિ સાધના અપેક્ષાએ ચૈતન્યતત્ત્વ છે. તે ભલે વ્યવસ્થાએ જડતત્ત્વ હોય, પરંતુ સાધનાની અપેક્ષાએ તેમાં અકર્તાભાવ લેવાનો છે. પણ વ્યવસ્થાની દૃષ્ટિએ એ જડતત્ત્વ છે તેમ લેવાનું નથી. તેમ કરવાથી અનાદર ભાવનું સેવન થાય છે. મોક્ષમાર્ગે, નિશ્ચયમાર્ગે, અત્યંતરમાર્ગે, અધ્યાત્મમાર્ગે મેળવેલા અને કેળવેલા ગુણોનું અભિમાન અપૂર્ણદશામાં થઈ જશે તો કેવળજ્ઞાન પ્રાપ્ત ન થાય. તો પછી લૌકિક માર્ગે સેવેલા અહંકારથી પતન થાય તેમાં શું નવાઈ? ધર્મ કરવાથી ધર્મ થાય તો તે સ્વભાવસિદ્ધ ન થાય. અધર્મ કાઢવાથી ધર્મ પમાય છે. અધર્મ એ અંતરંગ શત્રુ (અરિ) છે. સંપૂર્ણ અધર્મને નાશ કરવાથી અરિહંતપદ પ્રાપ્ત થાય છે. સર્વથા અધર્મ નીકળવાથી અરિહંતપદની પ્રાપ્તિ થાય છે. અંતે સિદ્ધપદની પ્રાપ્તિ થવાથી કૃતકૃત્ય થવાય છે. ત્યારે સ્વભાવધર્મ પ્રગટે છે. અધર્મને દૂર કરવા ઉપચારથી ધર્મ સાધનરૂપે કહ્યો છે. અન્યથા સૈકાળિક શુદ્ધ સ્વભાવ જ ધર્મ છે અધર્મ = અરિ તેનો હેત - લય કરો. સ્વભાવમાં નિમિત્ત સંબંધનો લય કરવો તે ધર્મ છે. આત્મા સાથે જ્ઞાન-અજ્ઞાનનો, પ્રકૃતિ – વિકૃતિનો Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001994
Book TitleSwaroopsadhnana Sopan
Original Sutra AuthorN/A
AuthorSunandaben Vohra
PublisherAnandsumangal Parivar
Publication Year2000
Total Pages290
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, Discourse, & Sermon
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy