________________ કર્મના ઉદયથી જીવને સંજોગો, પ્રસંગો, પરિસ્થિતિ, અન્ય જીવો સાથેનો સંબંધ અને વર્તમાન તો સ્વયં પોતે મળે છે. સિદ્ધ પરમાત્માને બાદ કરતાં જે જીવો દેહધારી છે યાવત અરિહંત, કેવળજ્ઞાની પરમાત્માઓને પણ, જ્યાં સુધી દેહ છે ત્યાં સુધી, આ પાંચ સાથે કે પાંચની વચ્ચે જીવવાનું છે. જીવ પ્રતિપળા સંયોગો, પ્રસંગો, પરિસ્થિતિ અને બીજા જીવોની સાથે અને વચ્ચે જીવે છે, તેની સાથે તદાલ્યા કેળવે છે, તદરૂપ ને તદાકાર બની જાય છે તે જ જીવની પાયાની ભૂલ છે. : દેહના દુઃખ અને મનના દુઃખ ને વેદીએ અર્થાત એ દુઃખો હોવા છતાં ય એ દુઃખો સાથે કશો જ સંબંધ ન બાંધીએ, તો ક્ષપકશ્રેણિના સોપાન ચડીને કેવળજ્ઞાન લઈ શકાય પરંતુ અજ્ઞાન અને મોહ દશાથી, દુઃખોથી દુ:ખી. થઈએ અને એ દુઃખોને છાતીએ લગાડીને જીવીએ તો કાળના કાળ વીતે તો પણ ભવોનો અંત થવાનો નથી. માટે સાધનાનું સ્વરૂપ સમજીને તેના સોપાન પર આરૂઢ થઈએ. E S ST R - Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org