________________
૮૦
સ્વરૂપસાધનાનાં સોપાન ઉદીત-ઉદયકર્મની અવસ્થામાં જીવ બળવાન નથી. આત્મબળની અપેક્ષાએ જીવ બળવાન છે. સૂક્ષ્મ એકેન્દ્રિય જીવને આત્મબળની અસર નથી. તેમ તેને મોક્ષનું લક્ષ્ય પણ નથી, મોક્ષની સાધના નથી. મનુષ્ય પંચેન્દ્રિયપણામાં હોવાથી વિવેકસહ મોક્ષ આરાધે, તે માટે આત્મબળથી જીવે બળવાન થવાનું છે.
આ દેહ હું નથી, તેમ નિષેધાત્મક વલણ જીવને પ્રથમ ભૂમિકાએ સહાયક છે, કારણ કે જીવ અનાદિકાળથી જે નથી તેમાં રહું છું તેમ માની ભરમાયો છે તેથી “આ હું નથી.” તેવું નિષેધાત્મક વલણ તેને લેવાનું સરળ છે. જીવનું સ્વસ્વરૂપ વિધેયાત્મક છે, “આ હું છું. પરંતુ તેનું વિસ્મરણ થયું છે. તેથી ન ઈતિથી દેહભાવો કાઢવાના છે. દેહાદિ સુખ તે આત્મિક સુખનું આવરણ છે. તેથી પરિણામે સુખ દુઃખરૂપે પરિણમે છે. આત્મિક સુખ દુઃખરૂપે પરિણમતું નથી. સુખ આવરણરૂપ લાગશે તો સુખની આસક્તિ છૂટી જશે. દુઃખ દુઃખરૂપે નહિ લાગે. સુખવિષયાદિ મલિનતામાંથી ઉત્પન્ન થવાનું છે. તેમાં સુખબુદ્ધિથી અભેદ થાય તો પરિણામે દુઃખ થવાનું છે.
ભલે ધનધાન્યાદિ મળ્યા, તે સામગ્રી તું વાપરે, પણ તેનો લાભ અન્યને આપે, પ્રેમતત્ત્વ વિકાસ પામે, સંસારમાં પણ પ્રેમ-લાગણી છે ત્યાં સામગ્રી આપવા તૈયાર થઈએ છીએ. તે પ્રેમને વ્યાપક બનાવો, તે નિર્દોષ બનશે. રાગથી જેમ પોતાના દેહની ચિંતા છોડી પરિવારની ચિંતા કરીએ છીએ તેમ અન્યને માટે કરવું જોઈએ. ભોગની સામે ત્યાગનો વિવેક રાખવો જોઈએ. ઉચ્ચ તત્ત્વોને ક્રિયામાં લાવી મહાત્માઓએ ઉપકાર કર્યો છે. દેવ, ગુરુ, વડીલ સૌની સાથે સન્માનપૂર્વક વર્તવાનું છે. દેવગુરુનું સાચું સન્માન કરનાર અન્યનું અપમાન કેવી રીતે કરી શકે? દીનદુ:ખિયાનું દુઃખ કેવી રીતે જોઈ શકે? આ ભવનું ભાવિ ન બગડે અને અનંતભવનું ન બગડે એવું જીવન જીવવાનું છે. આ પ્રમાણે ન બને તો શું થશે?
સંસારને સ્વર્ગ બનાવશો તો મોક્ષનાં દ્વાર ખૂલશે. સંસારને નરક બનાવશો તો સ્વર્ગનાં દ્વાર બંધ થશે. જ્ઞાનીને જગત જ્ઞાનરૂપ લાગવાથી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org