________________
સંસારથી મુક્તિનો પ્રારંભ સમકિતથી છે
૧૫૫
જાય, કે ગૌણ બની જાય. અસંજ્ઞિપણામાં તો આત્મચિંતાનો અવકાશ નથી. ત્યાં માત્ર તન-મનની જ ચિંતા સંસ્કારવશ રહે છે જો જીવ આત્મચિંતા ના કરે તો સંજ્ઞિ છતાં અસંજ્ઞિ જેવો છે.
સંસારી જીવ મનની ચિંતા મનના સુખ માટે કરે છે, તનની ચિંતા તનના સુખ માટે કરે છે. દર્દ અને દરિદ્રતા ટાળવા ચિંતા કરીએ છીએ. પરંતુ આપણે કંઈ તન અને મન નથી. આત્મા છીએ, તેનું સ્મરણ નથી. પણ મરણ અને ભવભ્રમણ ટાળવા માટે આત્મચિંતા કરવાની છે, તેના પરિણામે સમ્યગુપણાની ભૂમિકા થાય.
રોગી-ભોગી બને દેહને પરાધીન. એક ખાટલે પડ્યો રહે, બીજો ફર્યા કરે. યોગી રોગી બને કથંચિત પરાધીન થાય. તેથી ‘આરૂગ્ગ બોડિલાભં' કહ્યું છે. યોગમાં ટકવા આરોગ્ય છે તે આત્મ ચિંતારૂપ છે, જેના વડે બોધિલાભ થાય છે. રોગીને નીરોગી થવા માટે આરોગ્ય છે.
દેહ છે તો મરણ છે, પણ જીવતા જાગતા) કરો. અને જાગતા ઊંઘો, વિરમો) એ સાધના છે. અર્થાત્ જ્ઞાતા - દ્રષ્ટા બનો. તો પૌગલિક દ્રવ્યોનું નિમિત્ત અસર કરતું નથી. ' ઉપશમ સમ્યકત્વમાં વિપાકોદય કે પ્રદેશોદય ન હોય. સામાન્યતઃ જીવ વિપાકોદયને વેદે છે, પણ પ્રદેશોદયને વેદે નહિ. તેથી સમજાય છે કે જીવનું પરમ લક્ષણ વેદન છે.
જીવનો પારિણામિકભાવ સ્વ-લક્ષણરૂપ છે, એટલે નિત્ય છે. ક્ષાયિકભાવ પરમશુદ્ધભાવ છે, જે નિત્ય છે. ઔદયિકભાવ અશુદ્ધ છે, ઉપશમ અપેક્ષાએ શુદ્ધ છે, ક્ષયોપશમ શુદ્ધાશુદ્ધ છે. તે અનિત્ય છે. કર્મની હાજરીમાં ઔદયિકભાવ હોય જે અશુદ્ધ છે.
- સાધુ સાતમા ગુણસ્થાનકે હોય. તોપણ કાળધર્મ પામી દેવલોકમાં કે વૈમાનિક દેવલોકમાં ઉત્પન્ન થાય તોપણ તે ચોથે ગુણસ્થાનકે હોય. દ્રવ્ય અને ભાવથી ત્યાગી છઠે ગુણસ્થાનકે હોય. સાતમે ગુણસ્થાનકે અપ્રમત હોય. દેશવિરતિ પાંચમે ગુણસ્થાનકે હોય. ગુણસ્થાનકનો વિકાસ વિરતિ છે. તેઓને દેવો પણ નમે છે. સમકિતમાં શુભભાવથી શ્રેષ્ઠ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org