________________
૧૫૬
સ્વરૂપસાધનાનાં સોપાન
પુણ્યબંધ થાય. તેથી દેવલોકમાં ઉત્પન્ન થાય. માટે શુભાશુભ ભાવોથી મુક્ત થઈ શુદ્ધભાવ ધારણ કરવાનો છે. વ્યવહારથી દયા, દાન, શીલ, તપ જેવા ગુણોથી અનંતાનુબંધી ચારે કષાય મંદ પડે છે, ક્ષીણ થાય છે. નિશ્ચય દૃષ્ટિથી અનંતાનુબંધી ચારે કષાયનો નાશ સ્વાનુભૂતિ વડે થાય છે, શુદ્ધિ વડે થાય છે. શુદ્ધિ વડે ચોથાથી ઉપરના ગુણસ્થાનકે જઈ આઠમેથી શ્રેણિ મંડાય છે.
૦ શયને જુએ અને ચોટે તે બહિરાત્મા. ૦ શેયને જાણીને જ્ઞાનમાં સમાય તે અંતરાત્મા.
જ્ઞાનને જાણી સ્વમાં સમાય તે પરમાત્મા. સુખદુ:ખ સાપેક્ષ છે. સ્વરૂપ આનંદ નિરપેક્ષ છે. બાહ્ય સુખ આત્મિક સુખની વિકૃતિ છે. એ સુખનો આનંદ માનવો તે અપરાધ છે. તેનું પરિણામ દુઃખની સજા છે
દુઃખ સુખરૂપ કરમદ્દ જાણો, નિશ્ચય એક આનંદો રે. ચેતનતા પરિણામ ન ચૂકે, ચેતન કહે જિનચંદો રે.” વાસુપૂજ્યજિનસ્તવન. આનંદઘનજીની આ જ્ઞાનમય અનુભવની વાણી છે. જગત મિથ્યા કેમ કહ્યું?
અશુદ્ધ ચેતનમાં અને પુદ્ગલ દ્રવ્યમાં રહેલા સાદિસાંત ભાવો વિનાશી છે, અસત્ છે, તેથી મિથ્યા છે.
દ્વૈત (ભેદરૂપ) તત્ત્વમાં સંસ્કૃતિ-વિકૃતિ, હાન-વૃદ્ધિ, સંયોગ-વિયોગ, ઉત્પાદ-વ્યય આદિ હોય, અત-અભેદ તત્ત્વમાં આવા પ્રકારો ન હોય.
સ્યાદ્વાદ એટલે જે વ્યક્તિ જે અપેક્ષાએ જે વસ્તુ કહે છે, તે અપેક્ષાએ સાચી હોય. તેમ જાણવું અને તેનો વિચારવિનિમય, સંશોધન કરવું. તે અપેક્ષા સમજ્યા વગર ખંડન કરવું, તે એકાંતવાદી છે. સાપેક્ષ સત્ય સ્વીકાર એ વીતરાગ માર્ગને અભિપ્રેત છે.
એક જ પદાર્થમાં કેવા ગુણદોષ છે તેનું દર્શન કરવું, તેમાં ગુણ સ્વીકારવો અને દોષ ત્યજી દેવો. તે વાત સાપેક્ષ સત્ય છે તેમ સ્વીકારવું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org