________________
સરિત ઇતિ સંસાર
પરિગ્રહાદિમાં આકારો થવાથી તેવી વૃત્તિ થાય છે. આ વૃત્તિથી અસંગ થવા માટે બ્રહ્માકાર વૃત્તિ કરવાની છે. તેમાં દેવ, ગુરુ અને ધર્મનું અવલંબન લેવાનું છે.
૧૩
અધિકરણ સંસારના સાધનો અર્થ, કામ અને ભોગ માટે છે. ઉપકરણની સ્થાપના ધર્મ અને મોક્ષ માટે છે.
દુઃખ એ જીવનું સ્વરૂપ કે સ્વભાવ નથી. દુઃખ જીવના અજ્ઞાન સ્વરૂપની વિકૃતિ છે. પ્રકૃતિમાં વિષમતા તે વિકૃતિ, આનંદ (પ્રકૃતિ) સ્વભાવ છે. તેમાં વિકૃતિ તે દુ:ખ છે. સામે દેખાતા પદાર્થો ૫૨ જેવો ભાવ કરીએ, જેવી દૃષ્ટિ સ્થાપીએ તેવું તેનું ફળ દ્રષ્ટાને મળે છે. દૃષ્ટિને કે દૃશ્યને ફળ મળતું નથી. તો પછી તેમાં તારા આત્માનું શું ભલું થયું ?
દેહ અને ઇન્દ્રિયો દ્વારા પરપદાર્થોમાં સુખબુદ્ધિ અને ભોગવૃત્તિ રાખીને સુખ મળે છે તેવો વિશ્વાસ તે રાગભાવ છે. સુખાભાસ છે. દેહમાં અંશે પણ રાગ, મોહ, ઇચ્છા રહે છે તો તે પણ સંજ્વલન કષાય જ છે. જે છેક દસમા ગુણસ્થાનકે વર્તે છે. સર્વથા રાગનો નાશ તે વીતરાગભાવ છે, જે કેવળજ્ઞાન પ્રગટ કરે છે.
શરીરમાં ઇન્દ્રિયો રોગરૂપ કે ભોગરૂપ નથી. મોહવશ શરીરની અવસ્થા અને વ્યવસ્થા રોગરૂપ છે. તેમ માનીને સમતાથી કર્મ ભોગવો. તેમાં સબુદ્ધિ કરી ૨સ ના રેડવો જેથી મોહ થાય. રાગ અને રોગરહિત થવાનું છે. શક્ય હોય તો ઔષધ પણ ત્યજી દેવાનું છે. ૫૨ નૈમિત્તિક સંબંધોથી જે રાગાદિભાવ છે. તેનાથી પણ ૫૨ થવાનું છે. ત્યારે સંસાર સમાપ્ત થાય છે.
સંસારી જીવો સુખની ઇચ્છા સેવ્યા જ કરે છે, એટલે તેઓનું સુખ પણ ભયજનિત છે. સુખ જવાનું છે તેમ દુઃખ જવાનું છે, તેવી આપણને શ્રદ્ધા નથી એટલે સુખ જતું રહેશે તેની ચિંતા અને દુઃખ આવશે તેની ચિંતા-ભય રહ્યા કરે છે. આ બંને સાદિ સાંત અવસ્થાવાળા છે. આવે અને જાય, તે સાદિસાંત અવસ્થા છે. છતાં આપણે સુખને નિત્ય રાખવા ઇચ્છીએ છીએ. કારણ કે ભલે જાણતા હોઈએ કે ન જાણીએ પણ
For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org