________________
૧૨
સ્વરૂપસાધનાનાં સોપાન
કંઈક લેવું, પણ આપ્યું હોય તો જ મળે. ચૂકવ્યા વગર મળતું નથી. સંસાર એટલે આસક્તિનું નિવાસસ્થાન, તે પ્રથમ દેહની, પછી દેહ થકી સજાતીય-વિજાતીય પદાર્થોની હોય છે. તેમાં ક્રોધ, માન, માયા કરતાં લોભની વિશેષતા છે, તે જ સર્વ કામનાઓને ઉત્તેજે છે. ભોગ્ય પદાર્થોમાં આપણે ચેતનભાવને પૂરીએ છીએ, તે આસક્તિની વિશેષતા છે. આવા પ્રૌગલિક ભાવોને વોસિરાવવાના છે. પુદ્ગલના મોહને ખમાવવાનો નથી પરંતુ આવા કષાયો વડે કરેલા દુર્ભાવોથી જીવને ખમાવવાના છે.
સંસારીભાવ બધા મોહભાવ આશ્રિત છે. આપણે સંસારનાં દૃશ્ય જગતની સંવેદનાનાં અનુભવી છીએ. તેથી જ્ઞાનીજનો પ્રથમ ત્યાં જ ઘા મરાવે છે, કે આ દેહ હું નથી, સ્ત્રી આદિ પણે હું નથી. ક્રોધાદિ કષાય હું નથી. આવા દૃઢ સંકલ્પ પછી ‘હું શું છું.' એનું ભાન થવું તે ધર્મની શરૂઆત છે.
જે પદાર્થ મારા નથી તેને પોતાના બનાવવાનો સતત પ્રયત્ન તે મૂઢતા છે. સ્વમાં જે છે તે જોઈતું નથી અને પ૨ને મૂકવા નથી. એ મહા મૂઢતા છે. દેહભાવ સ્વયં લોભનું મૂળ છે. તે જીવ માત્રનો પરિગ્રહ છે. આત્માની જ્ઞાન-દર્શનાદિ અનંત લબ્ધિ છે. સર્વ શક્તિ દેહમાં લગાડવાને બદલે આત્મામાં લગાડે તો સંસારભાવથી મુક્ત થવાય.
સંસારમાં જીવો દુઃખી વધારે, દુઃખનો કાળ વધારે, પોતે દુ:ખી છે તેનું કારણ ભૂતકાળનો અપરાધ છે. તેવી સ્પષ્ટ સમજ આવશે તો આ જીવન સુધ૨શે. નહિ તો અન્ય પર આરોપ થશે. મારું ભલું કે ભૂંડું હું જ કરું છું. બીજા કોઈ કરી શકતા નથી. તેવી રીતે હું અન્યનું ભલું કે ભૂંડું કરી શકતો નથી. કેવળ તેવું ચિંતન કે ચેષ્ટા કરી અપરાધ કરીને પાપ બાંધું છું. અન્યનું ભલું ચિંતવવાથી પોતાનું ભલું થાય છે. ભૂંડું ચિંતવવાથી પોતાનું ભૂંડું થાય છે.
શરીરમાં આત્મભાવ કરવાથી જીવ પરિભ્રમણ પામે છે. પરમાત્માની મૂર્તિમાં ૫૨માત્મભાવ ક૨વાથી જીવના જ્ઞાનદર્શન ઉપયોગમાં બ્રહ્માકાર વૃત્તિ થાય છે. અનાદિકાળથી જીવ સાથે સંબંધ ધરાવતી ચારે સંજ્ઞાઓના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org