________________
૧૪
સ્વરૂપસાધનાનાં સોપાન
આત્માનો સ્વભાવ સુખમય છે.
અજ્ઞાનમાં અશુદ્ધતા હોવાથી પુણ્યયોગે ભલે સુખ મળે પણ તે વિનાશી છે, પરિણામે દુઃખદાયી છે. વળી આવેલા દુઃખમાં સુખનું સ્મરણ કરીને જીવ દુઃખમાં વધારો કરે છે. વળી દુઃખનો કાળ પણ લંબાય છે. દુઃખ વખતે સુખને સંભાળો નહિ, સમભાવે વેદો, આત્મશાંતિને વેદો તો દુઃખ ટળશે. વળી સુખ સમયે આસક્તિ રહિત સાક્ષીભાવે સુખને વેદો તો દુઃખ વખતે પણ શાંતિ રહેશે. સુખ સમયે ભોગ બુદ્ધિથી નિર્બળતા આવે છે.
અન્યના કારણે કે અપરાધથી મને દુઃખ મળ્યું, તેમ ચિંતવવું તે આપણી ભયંકર વૃત્તિ છે. બીજાઓ તરફથી કંઈ પણ પ્રતિકૂળતા થાય તેમાં કેવળ અન્યનો અપરાધ સમજી તેનું બૂરું ચિંતવવું તે આપણો દુર્ભાવ છે, દેહાભિમાન છે.
દેવલોકના સુખ દુઃખરૂપ લાગે, દેહ બંધનરૂપ લાગે, માન મેલરૂપ લાગે, દેહમાં રહેવું ભયંકર કારાવાસ લાગે તો સંસારથી નિર્વેદભાવ થાય, ઉદાસીનતા આવે.
દરિદ્રતાવાળાને ધનદાન આપવાથી દ્રવ્ય અનુકંપા થાય છે. અજ્ઞાન, મોહ, રાગદ્વેષવાળા જીવોને આત્મજ્ઞાન આપવાથી ભાવ અનુકંપા થાય છે. પરમાત્મામાં શ્રદ્ધા અર્પણતા લાવવાથી સ્વદયા આવે, આસ્તિક્તા વૃદ્ધિ પામે.
અનુકંપા આસ્તિક્ય કારણરૂપ નિમિત્ત છે. ઉપશમ - નિર્વેદ – કાર્યરૂપ છે.
સંસારમાં જન્માંતરે થતાં જીવને નવીન દેહ ધારણ કરવા જે સાધનસામગ્રી જોઈએ તે પર્યાપ્તિ છે. યોનિપ્રવેશ સમયે પુણ્યયોગ પ્રમાણે પર્યાપ્તિ મળે છે. પર્યાપ્તિ છ છે. તેનો અનુક્રમ છે. આહાર, શરીર, ઇન્દ્રિયો, શ્વાસોચ્છવાસ, ભાષા, મન, છ પર્યાપ્તિ છે. છેલ્લી મન પર્યાપ્તિ એ વિચારશક્તિનો શ્રેષ્ઠ સ્રોત છે. પર્યાપ્ત નામકર્મના યોગે યોનિપ્રવેશ વખતે સંસારી જીવને આ શક્તિઓ મળે છે. તેમાં સંજ્ઞિ પંચેન્દ્રિય જીવને મન
Jain Education International
,
For Private & Personal Use Only
www.jainelibrary.org