________________
સરતિ ઇતિ સંસાર
૧૫
પર્યાપ્તિ મળે છે. તે દ્વારા વિચારશક્તિ વિકસિત થાય છે.
મનુષ્યને આ વિચારશક્તિ અદ્દભુત મળી છે, તે દ્વારા તે આત્માપરમાત્માનું ચિંતન કરી શકે છે. અને પરમાત્મસ્વરૂપ થઈ શકે છે. માત્ર મનુષ્યને જ આવું મહાપુણ્ય છે.
નરકના જીવો પણ સંજ્ઞિ છે, તેમને મન મળ્યું છે પણ અસહ્ય દુઃખના વેદનમાં તેમની વિચારશક્તિ વેડફાઈ જાય છે.
દેવગતિમાં પણ મન-વિચારશક્તિ મળી છે. પરંતુ સુખભોગની અત્યંત સામગ્રીમાં તેઓ પરમાત્મા સ્વરૂપે થઈ શકે તેવાં પરિણામ થતાં
નથી.
તિર્યંચ સંશિ પંચેન્દ્રિય જીવો જાતિ-સ્મરણ જ્ઞાન વડે કે સમવસરણના યોગ વડે શુભ પરિણામ ઉપજાવી શકે છે. તેની મર્યાદા છે.
૯ દેહ એ સંસારનું બાહ્ય ચિહ્ન છે. ૦ રાગ દ્વેષ અજ્ઞાન એ સંસારનું અંતરંગ ચિહન છે.
મોહજનિત દુઃખનું વદન થાય તે અજ્ઞાન, અશાતા વેદનીયનું દુઃખ મહાન ન કહેવાય. દુઃખનું વેદન એ બંધન છે. અજ્ઞાનનું દુઃખ મહાન છે. માટે અજ્ઞાનભાવ પર છીણી મૂકી દેવી તો અજ્ઞાન ટળશે.
બહારમાં કોઈ પણ શત્રુ કે મિત્ર હોવા તે દેહભાવનું ફળ છે. દેહભાવ ટળતાં કોઈ શત્રુ કે મિત્ર નથી.
૦ દુઃખી સાથે સ્વાધ્યાય (સહવાસ) કરવો સાત્ત્વિક જીવન છે. ૦ દુખીનું દુઃખ દૂર કરવું તે કર્તવ્ય છે. ૦ અભેદ અવસ્થા એ સુખ છે. ૯ ભેદ અવસ્થા એ દુઃખ છે. છે જ્યાં કંઈ જોઈએ છે તે ભેદ છે. ત્યાં દુઃખ. છે જ્યાં કંઈ જોઈતું નથી ત્યાં અભેદ. ત્યાં સુખ.
સંસારમાં જેમ એક પાક્ષિક મિત્રતા-પ્રેમ-સંબંધ સજાતીય જીવો સાથે દીર્ઘકાળ સુધી નભતા કે ટકતા નથી. અને આવેગવશ જીવો તે સંબંધોને વળગી રહે છે તો માર ખાય છે. તે પ્રમાણે ચેતનઆત્મા મોહભાવે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org