________________
સ્વરૂપસાધનાનાં સોપાન એક જ પક્ષે દેહને મારો મારો કરી નેહ કરે છે, પણ એવા નેહથી આત્માને મારો મારો કહેતા નથી, બહિરાત્મભાવે આવો એકપક્ષી સંબંધ ટકાવવા જતાં જન્મ-મરણરૂપી માર ખાય છે.
જીવે ભોગ્યપદાર્થોની વિવિધતા ખૂબ વધારી દીધી છે. જીવ પોતાના મતિજ્ઞાનના ઉપયોગને સજાતીય-વિજાતીય ભોગ્ય પદાર્થોમાં દેહસહિત જોડે છે. મતિજ્ઞાનના ઉપયોગ વડે પર પદાર્થોમાં મોહભાવ, અહમ કરે છે. આ છે પરભાવ રમણતા.
પુદ્ગલનાં જેવાં જેવાં નામ-રૂપ છે, તેવાં નામરૂપ આત્માને નથી તેથી તે અનામી, અરૂપી કહેવાય છે. પુગલના જેટલા વર્ણાદિ સ્કંધો છે તેમાં કોઈ નિર્ણિત સંખ્યા કે નિત્યતા નથી. આત્માના પ્રદેશોની સંખ્યા નિર્ણિત અને નિત્ય છે. આત્માની મૂળ આકૃતિ સિદ્ધાવસ્થા છે. તેથી નિશ્ચિત ત્રિકાળ અસંખ્યાત પ્રદેશી એક જ આકૃતિરૂપ છે. દેહધારી હોવાથી તેને આકૃતિના ભેદ હોય છે. છતાં અસંખ્યાત પ્રદેશમાં કોઈ વધઘટ નથી.
એક પુદ્ગલનું એક પરમાણુ તે તેનું વાસ્તવિક દ્રવ્યત્વ છે. છતાં જીવના ભોગ્યભાવની અપેક્ષાએ પુદ્ગલના સ્કંધોનું દ્રવ્યત્વ કાલ્પનિક અને અનિત્ય છે. તેથી સ્કંધો ખંડિત છે. આત્મપ્રદેશો અખંડિત છે.
એકાંતે જીવને પૂછો, વિચારો અને ભેદજ્ઞાન વડે અસંગ થાવ. ૦ દ્રવ્યથી, તું શું છે ? અસંગ છું. ૦ ક્ષેત્રથી, તું ક્યાં રહેલો છે ? અસંગ છું. સ્વઅવગાહનમાં છું. છે કાળથી, તું ક્યારથી છે ? અમર છું. ૯ ભાવથી, તારા ગુણધર્મો કેવા છે? શુદ્ધ છું.
દેહના સંગથી આત્માના અરૂપીપણાનું રૂપીપણામાં પરિવર્તન થયું છે. તેમ આત્મામાં સુખદુઃખનું પરિવર્તન થયા કરે છે. પુણ્યનો ઉદય, શાતાનો ઉદય, સુખરૂપ લાગે છે, તે ભ્રમ છે. ત્યાં મોહજનિત અજ્ઞાનદશા વર્તે છે. જે વાસ્તવિક દુઃખરૂપ છે, કારણ કે હાલ પુણ્યયોગે જે સુખ લાગે છે તે જ પાપમાં પરિવર્તન પામે છે. આમ પુણ્યનો ઉદય ભુલભુલામણી છે. પુણ્ય ભોગવેલા દુઃખોને અમુક સમય માટે ભુલાવે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org