________________
૧૧૦
સ્વરૂપસાધનાનાં સોપાન અપરિગ્રહી છો. દેહ છે ત્યાં સુધી લોક-વ્યવહારમાં વર્ણ, આશ્રમ ધર્મો છે. સાધનાકાળમાં તેનાથી પર થવાનું છે. સંયોગો ભવિતવ્યતાના આધારે છે, આપણા હાથમાં નથી. અશુભ વિકલ્પો, રાગાદિ ન કરવા તે આપણા હાથમાં છે.
ઘાતકર્મો અને અઘાતી કર્મોના રહિત અસંગ સ્વરૂપ આત્માને ભજવો.
૦ મનનું નમન એટલે મનનું બોધરૂપ પરિણમન. ૦ તનનું નમન એટલે પંચાંગ પ્રણિપાત નમન.
મનનું પરિણમન એટલે મનનું પરમાત્મભાવમાં પરિણમન, ઉપયોગનું પરમાત્મભાવે લૂપ થવું. તેમ કરવાથી સર્વથા અભેદ થશે, મતિજ્ઞાનનો ઉપયોગ તે મન છે. મનાદિ યોગમાં મૂળ વીર્યશક્તિ આત્માની છે. તે જ્ઞાનયુક્ત છે. ઉદ્યમ, ઉત્સાહ, ઉલ્લાસ એ વીર્યશક્તિ છે. પુદ્ગલની વીર્યશક્તિ જ્ઞાનરૂપ નથી તે માત્ર ક્રિયારૂપ શક્તિ છે. “
જ્ઞાનાદિ ગુણો આત્માના સ્વભાવરૂપ પદાર્થો છે. સ્વભાવમાં ઉત્પાદાદિ નથી. અવસ્થામાં ઉત્પાદાદિ છે.
અનુકૂળ ઉત્પાદઃ ઇષ્ટના સંયોગમાં રાગ, રતિ, મોહ, વગેરે.
પ્રતિકૂળ ઉત્પાદઃ અનિષ્ટના સંયોગમાં દ્વેષ, અરતિ, ભ્રમ, શોક, દુર્ગણો વગેરે.
સંયોગ અને ઉત્પાદમાં જીવને ગમો અણગમાની ભેદબુદ્ધિ છે. તેથી પદાર્થો સાથે ભેદજ્ઞાન જોઈએ. મારો અસમાં સભાવ છે તે નિવારીને શુદ્ધાત્મા - પરમાત્મામાં સદ્દભાવ કરું.
વિયોગ અને વ્યય (નાશ) ભોગસુખ માટે ઉપયોગી ન હોવાથી વિયોગમાં રહીએ છીએ. ઉત્પાદ અને સંયોગ દેહભાવ બને છે, કારણ કે તે ભોગમાં કામ આવે છે. આમ ઉત્પાદ અને સંયોગને અહંરૂપે, કે સુખ-ભોગ બુદ્ધિએ સત્ માનવા તે અજ્ઞાન છે. માટે ભેદજ્ઞાનની સાધના કરી ઉત્પાદ સંયોગાદિ દેહભાવનો / દેહાધ્યાસનો ત્યાગ કરવો.
ધર્મમાં ગુણ કેળવવાના છે. કળા-બુદ્ધિ નહિ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org