________________
જૈનદર્શનના દ્રવ્યાનુયોગનું આંશિક કથન
પરિણમન અશુદ્ધ પરિણમન છે. એક ક્ષેત્રિય હોવા છતાં પાંચે અસ્તિકાય જાત્યાંતર થતાં નથી.
૧૮૯
સ્પર્શ પરિણામી પાંચે દ્રવ્યો છે. તદ્રુપ પરિણામી પાંચે દ્રવ્યો પોતાના ગુણ પર્યાયપણે સ્વતંત્ર છે. બદ્ધ પરિણામી દ્રવ્યો સંસારી જીવ અને પુદ્ગલદ્રવ્ય છે. તથા બદ્ધ અપરિણામી ધર્મ, અધર્મ, આકાશ અને સિદ્ધ પરમાત્મા છે. અન્યોન્ય તદ્રુપ અપરિણામી પાંચે દ્રવ્યો જાત્યાંતર નથી થતા. સ્પર્શ અપરિણામી દ્રવ્યો એકે નથી. આત્મા અને પુદ્દગલના બદ્ધ સંબંધમાં પુદ્દગલને આવરણ થતું નથી. આત્માને આવ૨ણ થાય છે.
પુદ્ગલદ્રવ્ય ગ્રહણ ગુણવાળો છે. જીવ પુદ્ગલદ્રવ્યને સ્વીકારવા તૈયાર હોય તો તે નિમિત્તરૂપ બનવા સદાય તત્પર હોય છે. દરેક દ્રવ્યો પોતાને જે શક્તિ મળી છે તે પ્રમાણે નિયમથી સ્વ-દ્રવ્યમાં પરિણમે છે. અન્યરૂપે પરિણમતું નથી. ફક્ત પોતાના ગુણધર્મની વ્યક્તિ અન્યને નિમિત્તરૂપ બને છે. સિદ્ધાવસ્થા પણ નિયમથી વર્તે છે.
સંસારી જીવ જ પોતાના નિયમમાંથી બહાર નીકળી અન્ય દ્રવ્યમાં સ્વબુદ્ધિ કરે છે. તેનું જ નામ મિથ્યાત્વ, અવિરતિ કષાય છે.
પુદ્ગલદ્રવ્યની બિનજરૂરી કોઈ ક્રિયા કરવાની નથી. માટે તપના ભેદમાં અંગોપાંગ સંકેલવાનું કહ્યું છે. સાધુ-ભગવંતોને એટલે નિરારંભી કહ્યા છે. તેમણે પરમાં અક્રિય રહી સાધના કરવાની છે.
જીવદ્રવ્ય - જાતિથી એક છે, સંખ્યાથી અનંત છે. ♦ પુદ્ગલદ્રવ્ય જાતિ અને સંખ્યાથી અનંત છે.
♦ ધર્મા—અધર્મ - આકાશાસ્તિકાય સંખ્યાથી એક એક છે. આત્માના પ્રદેશો મૂળમાં અરૂપી છે. દેહના સંયોગે રૂપીપણાનો આરોપ છે. તેથી પ્રદેશોમાં કંપન છે. દેહનું રૂપીપણું અને અસ્થિ૨૫ણું આત્માને વળગ્યું છે. તેથી ઉપયોગમાં પણ ચંચળતા હોય છે. અઘાતી કર્મોને ઉદયે રૂપીપણું છે. પ્રદેશો અવિનાશી છે. દેહાધીન ઉપયોગ વિનાશી
છે.
વાસ્તવમાં વીતરાગતા સર્વરૂપે છે. રાગ અંશે છે. પણ મોહનીય
For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org