________________
સાધનાનું ક્ષેત્ર વિશાળ છે
૮૯ તમે આગ્રહ ન રાખો. સામી વ્યક્તિ તેની રૂચિ, સંયોગ, ભવિતવ્યતા પ્રમાણે સ્વીકાર કરશે. તેમાં તમારે આગ્રહ ન રાખવો. તેમાં તમે સ્વાધીન નથી. તમે તમારી સાધનામાં સ્વાધીન છો. પર વ્યક્તિ પર આગ્રહ રાખવો તે સ્વનું લક્ષ્ય ચૂકવા જેવું છે. વળી કોઈ મિથ્યાદૃષ્ટિ જીવ છે, તેનો નિર્ણય તમે ના કરશો. તમે મિથ્યાત્વનો અર્થ કરજો. સમજાવવા પ્રયત્ન કરજો. પણ કોઈને માટે તેવી માન્યતા ન કરશો.
સાધ્યની સજાતીયતા સાધ્ધમાં છે. સાધનમાં નથી. સાધન ક્યાં તો ઉપકરણ છે કે બાહ્ય ક્રિયામાં છે. માટે સાધનાની સજાતીયતા સાધ્યમાં જોવી. અધિકરણ (સાંસારિક સાધનો) પામેલ જીવ દ્રવ્ય ક્ષેત્ર કાળ આશ્રિત પરભાવ કરશે, તે વિપરીત સાધના છે. માટે અધિકરણનો ત્યાગ કરવો જોઈએ. મનાદિ કરણનો પણ ભોગ નહિ યોગ સાધવો જોઈએ. ઉપકરણ અને કરણ એ સાધનામાં ઉપયોગી છે.
સામાયિક પ્રતિક્રમણના દરેક સૂત્રોમાં સાધના બતાવી છે. સૂત્રો કે શબ્દાર્થ સુધી અટકી ન જતાં તેનું આત્માર્થે લક્ષ્ય કરવું. લક્ષ્ય એટલે સાધ્ય સાથે ઐક્ય થવું. વળી અનુપ્રેક્ષા વડે ભાવવૃદ્ધિ કરવી. મતિજ્ઞાન દ્વારા કારણમાંથી કાર્ય જોવું, અને કાર્યમાં કારણ જોયું તો એકાંતનું મિથ્યાત્વ નહિ આવે.
જો ત્યાગનું સાચું લક્ષ્ય હશે તો ત્યાગના ભાવમાં કે ત્યાગ ક્રિયામાં ભૂલ નહિ થાય. અને વસ્તુનો ત્યાગ કરતાં દુઃખ નહિ થાય. દેહ ત્યાગ કરવો પડે તોપણ લેશમાત્ર ક્ષોભ કે દુઃખ નહિ થાય.
સાધકનું કાર્ય શાસન ચલાવવાનું નથી. શાસન-સ્વાધીનતા પામવાનું છે. સ્વરૂપમાં લય થઈ સ્વશાસન કરવાનું છે. શાસ્ત્રના સાધન દ્વારા આત્મામાંથી જ્ઞાન સ્રોત પ્રગટ કરવાનો છે. તીર્થંકર પરમાત્મા જ્ઞાની થતાં, કેવળજ્ઞાન પ્રગટ થયા પછી ધર્મતીર્થની સ્થાપના કરે છે. શાસ્ત્રરચના કરે છે.
સ્વરૂપને પ્રાપ્ત કરનારને ત્રણે લોક નમે છે. અધર્મ શું છે, આપણા સ્વરૂપનું વિસ્મરણ કરી જે આવરણ કર્યું
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org