________________
- ૯૫
સાધનાનું ક્ષેત્ર વિશાળ છે જે કંઈ ખોટું હશે તે નીકળી જશે, માટે સાધકે ખોટા દુરાગ્રહમાં પડવું નહિ.
સાધનાકાળમાં આલંબનની આવશ્યકતા રહે છે. એ આલંબનમાં આરોગ્યની પણ જરૂર રહે છે. અનારોગ્યમાં ધર્મ કે ઉપભોગ થતા નથી, આર્તધ્યાન થાય છે. “આરૂષ્ણ બોહિલાર્ભમાં ચિત્તના આરોગ્યની - નિર્દોષતાની મુખ્યતા છે. ત્યાર પછી હવે મને દેહ જોઈતો નથી, જન્મ જોઈતો નથી, એવા ભાવ આવે મોહ ઘટે છે, ત્યાર પછી ધન પરિવાર આદિનો મોહ સહેજ છૂટશે. આખરે જ્યારે શરીર જ છૂટી જશે તો ભોગઉપભોગ, શાતા-અશાતા કોના ઉપર નભશે ! તે પણ નષ્ટ થશે.
૦ સંસારનો મહામંત્ર હું દેહ છું. ૦ મોક્ષનો મહામંત્ર હું આત્મા છું.
બુદ્ધિ અને મન શરીર આશ્રિત છે. કોઈ પણ પદાર્થ જોઈને તેનો વિકલ્પ થાય, ભેદ થાય તે બુદ્ધિ. છતાં બુદ્ધિનો સદુઉપયોગ એ છે કે સતુ-અસનો નિર્ણય કર્યા પછી તે છૂટી જાય. સ્વરૂપમાં લય થવા માટે બુદ્ધિની જરૂર નથી. પદાર્થોમાં રાગ-દ્વેષથી બંધ થાય છે તે જાણવા માટે બુદ્ધિનો ઉપયોગ કરવો. પરંતુ વીતરાગભાવમાં રહેવા માટે બુદ્ધિની જરૂર નથી. પદાર્થોના હેય ઉપાદેયના વિવેક માટે સબુદ્ધિ જરૂરી છે.
વર્તમાનમાં દેહનું મમત્વ છૂટે નિર્મળત્વ આવે. ત્યારે અનંત દેહોનું મમત્વ છૂટી ગયું સમજવું. નિર્મળત્વ જ્ઞાનને પ્રગટ કરે છે. અજ્ઞાન વડે જ્ઞાન ઢંકાય છે, ભોગ, યોગશક્તિના અને ઉપયોગના આનંદને ઢાંકે છે. ભોગ દેહનો વિકૃત આનંદ છે. સંયમ દ્વારા યોગશક્તિનો વિકાસ થાય છે. ભોગ યોગશક્તિને ક્ષીણ કરે છે. ભોગની સામગ્રી મનાદિ યોગ વિના ભોગવાતી નથી. સંયમ દ્વારા યોગશક્તિથી લબ્ધિઓ પ્રગટ થાય છે. યદ્યપિ ચમત્કારરૂપ હોય છે, તેથી જ્ઞાનીઓ લબ્ધિઓનું પ્રદર્શન કરતા નથી, તેને પદ્ગલિક માની ગુપ્ત રહે છે.
બાહ્યયોગ = નિરારંભીપણું, નિષ્પરિગ્રહિતા, જિતેન્દ્રિયતા આદિ. અત્યંત ઉપયોગ = કેવળજ્ઞાન, નિર્વિકલ્પ ઉપયોગ પામવો તે શાસ્ત્રના એક એક સૂત્રને લક્ષ્ય બનાવવાથી, તાત્ત્વિકતા આવે છે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org