________________
પરમાણુ : પુગલનો અવિભાજ્ય સૂક્ષ્મ અંશ. પર્યાયાર્થિકનય : બદલાતી અવસ્થાઓની દૃષ્ટિને જણાવતું આંશિકજ્ઞાન. પર્યાય : દરેક પદાર્થની બદલાતી અવસ્થાઓ. દ્રવ્યના આધાર પર) દ્રવ્યના
લક્ષણથી ભિન્ન, પ્રદેશથી અભિન્ન ગુણનું પરિણમન. પર્યાપ્તિ : જન્માંતરે જતાં જીવને નવા દેહની રચનાની સામગ્રી. તેના છ પ્રકાર છે.
પરમાણુઓની પરિણમન શક્તિની પૂર્ણતા) પ્રદેશ : દરેક દ્રવ્યોનો સૂક્ષ્મ સંલગ્ન અંશ. પિંડત્વ : દરેક દ્રવ્યનાં પ્રદેશના સમૂહનો પિંડ. પ્રદેશમુક્તિ : આત્મા પ્રદેશોની કર્મથી સર્વથા મુક્તિ. પ્રાતિહાર્ય : તીર્થકર નામકર્મના યોગથી તીર્થકરની સાથેના આઠ પુણ્યાતિશયો.
અશોકવૃક્ષ, છત્ર, ચામર, ભામંડલ. સુરપુષ્પવૃષ્ટિ દેવદુંદુભિ આસન
દિવ્યધ્વનિ. તે આઠ પ્રાતિહાર્ય. ભેદ : છૂટા પડવું. જુદું. ભેદજ્ઞાન : દેહ અને આત્માની ભિન્નતાનું જ્ઞાન, પર અને સ્વનું જ્ઞાન. મહાસત્તા : સમસ્ત પદાર્થોના અસ્તિત્વગુણને ગ્રહણ કરે. મનઃ પર્યવજ્ઞાન : સંયતિ મુનિનું સંગ્નિ જીવોના (મનવાળા) વિચારો જાણવાનું,
અતિન્દ્રિય જ્ઞાન. મિથ્યાત્વ : પર પદાર્થમાં સ્વાત્મ બુદ્ધિ, સુખબુદ્ધિ. તત્ત્વોનું અશ્રદ્ધાન. યુગપદ્ : એક સાથે જાણે. સમયના આંતરાવગર. યોગ : પૌગલિક યોગ - મન, વચન, કાયાના નિમિત્તથી આત્માના પ્રદેશો ચંચળ
થાય. યોગ : પારમાર્થિક યોગ-મોક્ષને કારણી ભૂત પરિણામ. આત્મભાવને જોડતા
પરિણામ. લોકાલોક : લોકાકાશ, અલોકાકાશ, લોકાકાશ જેમાં છ દ્રવ્યો હોય. અલોકાકાશમાં
કેવળ આકાશ હોય. અન્ય દ્રવ્યો ન હોય. વિભાવ : રાગાદિમોહ, અજ્ઞાન વગેરે સર્વે અન્યભાવ. ષટગુણહાનિ વૃદ્ધિ : છ પ્રકારે જીવનાં પરિણામોમાં અલ્પાધિકતા થાય. ષટકાય : પૃથ્વી, પાણી, અગ્નિ, વાયુ. વનસ્પતિ પાંચ સ્થાવર, ૧ ત્રસ. છ પ્રકારના
જીવોના પ્રકાર = ષટકાય. શ્રુતકેવળી : દ્વાદશાંગીને શ્રુતજ્ઞાન વડે જાણે. પ્રભુએ બતાવેલ સિદ્ધાંતો અને
રહસ્યોને શ્રુતજ્ઞાન વડે જાણે અને કહી શકે.
૧૪
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org