________________
સ્વરૂપસાધનાનાં સોપાન
સશરીરી ગુરુ-શિષ્યનો ભેદ સિદ્ધ થયા પછી હોતો નથી. સર્વે અભેદ સ્વરૂપે છે. જે કંઈ ઉપચાર કરીએ છીએ તે પૂર્વાવસ્થાનો છે, જેમ કે આપણા માટે મહાવીર ભગવાન, અને ગૌતમસ્વામી ગુરુ છે. વાસ્તવમાં બંને હાલ સિદ્ધ છે. આત્મભાવને કોઈ નામ – વેશ – લિંગ નથી. છતાં વ્યવહાર અપેક્ષાએ નામ - વેશ - લિંગ છે. તેમાંથી પણ આત્મભાવ પ્રગટ કરવાનો છે. સાધનમાં કોઈનો ભોગ નથી કોઈને દુઃખ નથી તેથી સાધન નિર્દોષ હોય છે. .
નિશ્ચયધર્મના વિશેષ અધિકારી સાધુ ભગવંતો છે. કારણ કે તેઓને વ્યવહાર શુદ્ધિ અને સાધનશુદ્ધિના બળવાન નિમિત્તો મળેલા છે, તેથી તેમને નિશ્ચયધર્મનું પરિણામ સહજ સાધ્ય બને છે. જ્યારે ગૃહસ્થને નિશ્ચયને જાણવાનો, લક્ષ્ય કરવાનો અધિકાર છે. પરંતુ સાધનશુદ્ધિ બળવાન ન હોવાથી નિશ્ચયનું પરિણામ આવતું નથી, કઠણ છે. પ્રારબ્ધ પ્રમાણે જે યોગ મળ્યા છે તે સાધનોને નિમિત્ત બનાવી સાધના કરો. પરમાત્માના ત્રિકાળી સ્વરૂપમાં લીન થવું તે ઉચ્ચ સાધના છે. આત્મવિકાસ જ્ઞાન માર્ગે છે. માટે જ્ઞાનની ઉપાસના કરવી. અર્થ-કામનો પુરુષાર્થ કરી તેની જ ગુલામી કરી તેમાં એકમેક ન થવું. જ્ઞાન-બુદ્ધિનો વિકાસ સાધનામાં લઈ જાવ.
ચિત્તરૂપી ઘોડાની લગામ વચન અને કાયા છે. વચન અને કાયાને સંયમી બનાવો, ચિત્તરૂપી ઘોડો વશ થશે. આલંબનથી કરેલી સાધના ટકે છે, ત્યારે તે નિરાલંબન બને છે. પછી આત્મા સ્વયં સિદ્ધ, બુદ્ધ અને શુદ્ધપણે પ્રગટ થાય છે. પછી આલંબન સ્વયે છૂટી જાય છે.
એક વ્યક્તિ આખા જગતનું ભલું કરી શકતી નથી. પણ જે આત્મહિત ઇચ્છે છે તે સમર્થ અરિહંતની ઉપસ્થિતિમાં હિત સાધી શકે છે. વળી સર્વ જગતનું ભલું કરવાની ભાવના જગતના હિતમાં પરિણમે છે. અન્ય સુખી થાય તેવી ભાવના રાખવી, અને સુખના સાધન વહેંચતા રહેવું. તે લેનાર તેના પુણ્ય બળે સુખી થાય, કે ન પણ થાય.
બીજા પ્રત્યે કર્તાપણાનું અભિમાન આવે, વળી સાધના કરતા સાધન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org