________________
વરૂપસાધનાનાં સોપાન
“ભવ પટ્ટણ ચિહૂદિશી ચાર ગતિ. ચોરાશી લખ ચૌટ, ક્રોધ માન માયા લોભાદિક, ચોવટિયા અતિ ખોટા. મિથ્યા મહેતો કુમતિ પુરોહિત, મદન સેનાને જોરે, લાંચ લઈ લખ લોક વિમાસે, મોહ કંદર્પને જોરે.”
સંસારમાં ભવરૂપી પાટણનગરમાં ચારે દિશામાં, ચાર ગતિમાં ચોરાશી લાખ બજારમાં યોનિ) જીવ ભમ્યો છે. સાથે ક્રોધાદિક મિત્રો રાખ્યા છે. હિસાબ મિથ્યાત્વને સોંપ્યો છે. સલાહકાર કુમતિ છે. અને કામનાઓનું મોટું સૈન્ય સાથે રાખ્યું છે. મોહરાજાને રીઝવવામાં આમ અનેક ભવભ્રમણ કર્યું છે.
ચાર સંજ્ઞા : આહાર, ભય, મૈથુન, પરિગ્રહ.
સંસારી જીવમાત્ર આ સંજ્ઞાના ભરડામાં હોય છે. દરેક ગતિમાં જંતુથી માંડીને મનુષ્ય સુધી દરેક જીવોમાં આ સંજ્ઞાઓનો સંસ્કાર હોય છે.
આહાર - આહારની સૂક્ષ્મતા એવી છે કે જીવ પુદ્ગલ – કાર્મણવર્ગણાના આહાર વગર બેત્રણ સમય પણ રહી શકતો નથી. તે સિવાય એકેન્દ્રિયથી માંડીને પંચેન્દ્રિય સુધીનાં શરીરો ધારણ કરીને જીવ અનેક પ્રકારે આહારનું સેવન કરે છે.
ભય :- સંસારી જીવ અનેક પ્રકારનાં કર્મો વડે બંધાઈને અનેક પ્રકારની ભય જેવી સંજ્ઞાવડે નિરંતર આક્રાંત હોય છે. અને પોતાનું પુરુષત્ત્વ ગુમાવી નપુંસક જેવો થઈ જાય છે.
અનાદિ નિગોદતે બંધીખાનો, તૃષ્ણા તોપે રાખ્યો.
સંજ્ઞા ચારે ચોકી મેલી, વેદ નપુંસક વાંક્યો.” મૈથુનઃ જેમ જેમ ઇન્દ્રિયોનો વિકાસ થાય છે તેમ તેમ જીવ તે તે પ્રકારની વાસનાનું સેવન કરે છે. તે આ સંજ્ઞાઓની પ્રધાનતા છે.
પરિગ્રહ: જંતુ જેવાને પણ શરીર મળવું તેની મૂછ થવી તે પરિગ્રહ છે. જેમ જેમ શરીરનો વિકાસ થાય છે તેમ તેમ જીવ સાધનો માટે પરિગ્રહ વધારે છે. સવિશેષ મનુષ્યને પરિગ્રહનો પથારો ઘણો હોય છે. તેની મૂછમાં જીવન વિતાવે છે. અને લોભનો થોભ રહેતો નથી ત્યારે
Jain Education International
.
For Private & Personal Use Only
www.jainelibrary.org