________________
૨૪૦
સ્વરૂપસાધનાનાં સોપાન કમની નિર્જરા થાય અને આવરણ ચાલુ રહે તે સાચી નિર્જરા નથી. નિર્જરા અંશે પણ સર્વથા કર્મને હઠાવે તે સાચી છે. તેમાં પણ ઘાતકર્મની નિર્જરા સર્વથા થતા જીવ પૂર્ણજ્ઞાન પામે છે.
કોઈ પણ કર્મની સ્થિતિ પૂરી થતાં જે કર્મ સત્તામાં છે, તે ઉદયમાં આવે છે. તેમાં પ્રકૃતિ અને રસ વેદતા કર્મ નિર્જરા પામે છે તે કર્મના પરમાણુ પુનઃ કામર્ણવર્ગણા બને છે.
છધસ્થ અવસ્થામાં ઉપયોગને ઘાતી - અઘાતી બંને કમોંનું બંધન છે. કેવળજ્ઞાન થયા પછી ઉપયોગમાં ઘાતકર્મનું બંધન નથી. તેથી અઘાતીક પણ ઈર્યાપથ ક્રિયારૂપ બની જાય છે.
અસંશ-મન વગરના) - એકેન્દ્રયથી ચઉરિન્દ્રિય, અવિકસિત અસંજ્ઞી પંચેન્દ્રિય જીવોને આત્મતત્ત્વની સૂઝ નથી. વળી જ્ઞાનનો વિકાસ . નથી. તેમ મનુષ્ય હોવા છતાં જેને આત્મતત્ત્વ પામવાની રુચિ નથી તે કેવળ કર્માધીન જીવન જીવે છે. યદ્યપ્રિ સંજ્ઞી મનુષ્યો અને દેવોને આત્મતત્ત્વ પામવાની સવિશેષ સમજની પાત્રતા થઈ શકે છે. કારણ કે બુદ્ધિ-જ્ઞાનશક્તિ વિકસેલી છે. અને ઉપદેશનાં સાધનો પ્રાપ્ત થઈ શકે છે.
શુભ કર્મ હો કે અશુભ હો બંનેની નિર્જરા કરી નિશ્ચયદૃષ્ટિ વડે મુક્ત થવાનું છે. ગમે તેવા દેહ મળે તેના વડે અહમનું આવરણ છે. ત્રિકાળી દ્રવ્ય જીવ છે, તેના પર અહમનો આકાર છે તે દૂર કરવાનો છે. સત્-શુદ્ધતા ગ્રહણ કરવાની છે. કર્મના ઉદયથી મોહ અને અજ્ઞાનવશ જે અહમના આકાર થયા છે તેને સમાં પલટવાના છે.
અઘાતી કર્મની એક પ્રકૃતિ ગોત્ર છે. તેના ઊંચ-નીચ એવા બે ભેદ છે. આ ભેદ લોકવ્યવહાર સાપેક્ષ છે. તીર્થંકરનો જન્મ રાજકુળમાં થાય છે. જ્યાં રિદ્ધિસિદ્ધિ, સમૃદ્ધિનો પુણ્યયોગ હોય તેથી તે ઉચ્ચ ગોત્ર છે. બ્રાહ્મણકુળ વિદ્યાજીવી અને ત્યાગની ભૂમિકાવાળું છે. એટલે ભિક્ષાનો વ્યવહાર હોવાથી અપેક્ષાએ નીચકુળ મનાયું છે. યદ્યપિ વિદ્યાવ્યાસંગને કારણે બ્રાહ્મણકુળ ઉચ્ચ છે. ભગવાન મહાવીરના બધા જ ગણધરો બ્રાહ્મણ હતા, મેધાવી હતા. ઉચ્ચ સંસ્કારવાળા હતાં. ચોથા ગુણસ્થાનકથી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org