________________
તો સાધનાના સોપાનની સિદ્ધિ પ્રાપ્ત થતી નથી. પ્રસ્તુત પુસ્તકનાં દરેક સ્થાનો, મંતવ્યો, પ્રરૂપણા, વિષયો તત્ત્વદષ્ટિ યુક્ત હોવાથી ઘણાં જ માર્મિક છે. છતાં વ્યવહારધર્મની તે તે સ્થાને મુખ્યતા દર્શાવી તેઓશ્રીએ નિશ્ચયધર્મ અને વ્યવહારધર્મનું સમતોલપણું જાળવ્યું છે. જેથી અભ્યાસીઓ ન નિશ્ચયાભાસી થાય કે ન તો વ્યવહારાભાસી થાય.
યોગવિશિકા ગ્રંથના વિવેચક પં. અભયશેખરજી મ.સા. જણાવે છે કે વ્યવહાર એટલે આચાર અને નિશ્ચય એટલે પરિણામ. કથંચિત વ્યવહાર સર્વત્ર સફળ થાય એવું ન હોવા છતાં નિશ્ચય વ્યવહારને ખેંચી લાવ્યા વગર લગભગ રહેતો નથી. એવો કોઈ વિશેષ પ્રતિબંધક ન હોવા છતાં જો વ્યવહાર ન આવતો હોય તો તે એવો દૃઢ ન હોય કે જેથી લાંબું ટકી શકે. વ્યવહાર નિશ્ચયને લાવવા સફળ ન થાય એવો નિશ્ચય ધર્મ ન હોય છતાં જ્યારે નિશ્ચય આવવાનો હશે ત્યારે વ્યવહાર દ્વારા જ આવવાની શક્યતા વધુ છે. માટે વ્યવહાર દ્વારા ભાવ પરિણતિને ઘડતા રહેવું. નિશ્ચયના લક્ષ્ય થતા વ્યવહારના કારણમાં કાર્યનો આરોપ કરીએ છીએ તેમ વ્યવહાર ધર્મમાં પણ નિશ્ચય દૃષ્ટિધર્મ રહેલો છે. તેનું લક્ષ્ય સેવવું.
જોકે દરેક વિષયનાં પ્રકરણોમાં પુનરાવર્તન જોવા મળશે પરંતુ વિષય બદલાય તેના સંદર્ભમાં પુનરાવર્તન અભ્યાસની પુષ્ટિ કરે છે. વાચકે તે દૃષ્ટિએ પુનરાવર્તનને અપનાવવું. બુદ્ધિપ્રધાન માનવને જો ઉત્તમ જીવનમાં રસ હશે તો તાત્ત્વિક વાચન તેને રુચશે અને એવો અનુભવ થશે કે આ તત્ત્વ જીવનને ઊંચે લઈ જવા સમર્થ છે અને જીવન આનંદથી ભરપૂર થશે.
સવિશેષ સૌ એક નોંધ લેશો કે આ ગ્રંથમાં મારું કંઈ જ નથી. પૂ. પનાભાઈનાં પ્રવચનોના ઉતારાને વ્યવસ્થિત કરીને સંકલન કર્યું છે. તેમાં અધૂરાં વાક્યો પૂરાં કરવામાં તેમની અનુપસ્થિતિમાં મને સૂઝેલા ભાવો – શબ્દો જોડ્યા છે. તેમાં કાંઈ ક્ષતિ હોય તો તેમાં મારી ઊણપ જાણશો. વળી વિષય બદલાય તેને જુદા જુદા પ્રકરણમાં ગોઠવતા પણ કંઈ વિષયાંતર થાય તેથી તેમાં કંઈ ઉમેરવું પડ્યું છે. તેમાં પણ કંઈ ક્ષતિ રહેવા સંભવ છે, વળી વાક્યને લક્ષ્યમાં રાખી કોઈ પારિભાષિક લખાણ કે શબ્દના અર્થ કરી સરળ બનાવવા પ્રયત્ન કર્યો છે તેમાં પણ ક્ષતિ હોય તો સુધારજો અને ક્ષમ્ય ગણજો.
વાચક વર્ગ પોતાની ભૂમિકા પ્રમાણે નીચેની વિગતને લક્ષ્યમાં લઈને વાચન શરૂ કરે. અભ્યાસીએ તો પ્રથમથી જ વાચન શરૂ કરવું. નવીન અભ્યાસીએ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org