SearchBrowseAboutContactDonate
Page Preview
Page 5
Loading...
Download File
Download File
Page Text
________________ ફાઈલો હાથમાં આવી ત્યારે જોઈ. તેમાં તત્ત્વનાં અનેક પદાર્થોનો ગંભીર ઉદધિ ભર્યો હતો. તેમાં મારી અલ્પમતિની નાવને કેવી રીતે ચલાવવી ? મને થયું કે આ આપણું કામ નહિ. એટલે વળી કોઈ લાઇબ્રેરીમાં આપી, કે ત્યાં તેનો ઉપયોગ યોગ્ય રીતે થશે. પરંતુ તેમના અવસાન પછી તેમની સ્મૃતિમાં એક દિવસ અંતરમાંથી અવાજ સંભળાયો કે “સુનંદાબહેન, આનું કંઈ કરજો' આ અવાજને છુપાવી ન દેતા, ભાવના થઈ કે તેઓશ્રીના ઉપકારને ભૂલી જવો તે નગુણાપણું છે. એટલે તરત જ લાઇબ્રેરીમાંથી ફાઈલો મંગાવી. ફાઈલો જોતાં, અક્ષરો ઝાંખા હતા. વિષય ગહન હતો. વળી પ્રવચનમાં વિષયની સળંગ સૂત્રતા નહિ. એક જ પાના પર ત્રણ ચાર વિષય બદલાય. વાક્યોનું અનુસંધાન ન જળવાય. આ વર્ષની ફાઈલ અને બીજા વર્ષની ફાઈલમાં ઘણું પુનરાવર્તન મળે. હવે આ કેમ ગોઠવવું ? ત્યાં વળી સત્સંગી બહેનોને કહ્યું, ‘તમે સારા અક્ષરથી ઉતારા કરી લાવો.' દસેક બહેનોએ એક એક ફાઈલ લીધી અને છ માસ પછી ઉતારા મળ્યા. અક્ષરો તો ઉકેલી શકાયા, પણ ઉપર જણાવી તે મુકેલી તો ઊભી રહી. વળી પાછા એક વરસ ઉતારા રાખી મૂક્યા. પણ પેલો અવાજ આવ્યા કરે, “સુનંદાબહેન, આનું કંઈ કરજો.” વળી દસ વર્ષમાં અમેરિકાની ભૂમિ પર ૨૦/૨૫ પુસ્તકોના લેખનનું નિર્માણ થયેલું એટલે કે ગમે તેમ યોગ પરિપકવ થયો, ત્યાં મેં લખવાનો પ્રારંભ કર્યો. હવે વિચાર થયો કે એક જ વિષય પકડવો કે જે વિષયો આવે તેના ભાગ પાડવા. એક જ વિષય લખવા માટે ચાલીસ ફાઈલોને ઉકેલવી પડે. એટલે નિર્ણય કર્યો કે જે દસ ફાઈલોના ઉતારા છે, તેને ન્યાય આપવો અને થોડા વિષયોનાં મથાળાં નક્કી કરીને લેખન કરવું. આવા નિર્ણય પર આવીને ઉતારાનાં પાનાં પરથી વિષય બાંધ્યા તેમાં લેખનની નોટમાં દરેક વિષયનાં વીસ જેવાં પાનાં રાખ્યાં અને જે વખતે જે વિષય આવે તે પાના પર તે લખાણ લખવા માંડ્યું. આમ દરેક વિષયનાં મથાળાં થયાં. વળી મથાળાં બાંધતી વખતે વાચક વર્ગને પણ લક્ષ્યમાં રાખવાનું અગત્યનું હતું. જેથી વાચકને ગ્રંથ કંઈક રસપ્રદ લાગે અને વાંચવામાં સરળતા પડે. પ્રસ્તુત પુસ્તક “સ્વરૂપસાધનાનાં સોપાનના વિષયો ગહન છતાં જીવનવિકાસલક્ષી છે. જ્ઞાનીઓનું કહેવું છે કે ધર્મમાર્ગમાં તત્ત્વદષ્ટિ અત્યંત આવશ્યક છે. ક્રિયાયોગ, જ્ઞાનયોગ કે અધ્યાત્મયોગ જો તત્ત્વદૃષ્ટિ યુક્ત નથી ક Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001994
Book TitleSwaroopsadhnana Sopan
Original Sutra AuthorN/A
AuthorSunandaben Vohra
PublisherAnandsumangal Parivar
Publication Year2000
Total Pages290
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, Discourse, & Sermon
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy