________________
૧૧૨
સ્વરૂપસાધનાનાં સોપાન
અશાતાને આપણે દુઃખરૂપ માનીએ છીએ. તેથી વિશેષ દુઃખરૂપ આપણને આપણું અજ્ઞાન લાગવું જોઈએ. જ્ઞાનકાર્યની પૂર્ણતાનું આપણને લક્ષ્ય, રુચિ, ચાહના જિજ્ઞાસા હોવી જોઈએ. અપ્રાપ્તને પ્રાપ્ત કરવાની તાલાવેલીની પીડા હોવી જોઈએ.
અંતઃકરણની ઉપયોગરૂપ ક્રિયા-ભાવ તે નિશ્ચય સાધના છે. ઉપકરણથી અને કરણની ક્રિયા વ્યવહાર સાધના છે, જે મર્યાદિત છે. મોક્ષની તીવ્ર જિજ્ઞાસા, તે પદ પ્રાપ્ત કરવાની પીડા, તેનો પુરુષાર્થ, તે દરેક સાધકને સાધન તરીકે નિત્ય નિરંતર વિદ્યમાન છે. એ સાધન વડે જ જીવ મોક્ષ પ્રાપ્ત કરે છે. મોક્ષપ્રાપ્તિની ચિંતા જિજ્ઞાસાને ટકાવે છે. અને પુરુષાર્થ કરાવે છે. મોક્ષપ્રાપ્તિની પીડા તીવ્ર બને ત્યારે તેની પ્રાપ્તિને યોગ્ય ભાવ બને છે.
દેહાધ્યાસ એ આપણી વૈકલ્પિક દશા છે. સાધકને માટે સ્વક્ષેત્ર સાધન છે. જિજ્ઞાસા અને ઉદ્યમ વડે દેહાધ્યાસ, પરક્ષેત્રાદિના અધ્યાસનો નાશ કરવાનો છે. જિજ્ઞાસા, ઉદ્યમ, રુચિ, એ સાધકની ભાવલબ્ધિ છે. મોક્ષમાર્ગની એ નિસરણી છે. જિજ્ઞાસા અને પુરુષાર્થથી કાળ અને ભવિતવ્યતા કપાય છે. મોક્ષની ચિંતા એ જિજ્ઞાસા છે, તે માટેનો પુરુષાર્થ એ સાધકનું સ્વસાધન છે. તે દરેક સમયે સાથે જ હોય છે. જિજ્ઞાસા અને પુરુષાર્થ એ સ્વતત્ત્વ છે. તેને દેશકાળનો ભેદ નથી.
ઇન્દ્રિયજનિત જ્ઞાન અને ઇન્દ્રિયજનિત ભોગ એ ઝઘડાનું તત્ત્વ છે. જો તે ઉભયનો ભોગ નથી તો ઝઘડો નથી. સમ્યગૃજ્ઞાનીને ભોગેચ્છા નથી તો ઝઘડો નથી. આત્માની સાથે શરીર અને ઇન્દ્રિયોનો સંબંધ છે, તેથી ત્યાં ઝઘડાની સંભાવના છે. પરંતુ જે સાધક શરીર ઇન્દ્રિયોની સાથે જ ઝઘડે છે. તેના ઝઘડાનો અંત આવે છે, તે જિતે છે, જિન બને છે, કેવળી બને છે.
જીવના અજ્ઞાન, મોહાદિ ભાવો જ કાળ છે. સમયને લૂંટે છે. માટે કાળ તત્ત્વ પર જ વિજ્ય મેળવવો. મોહ, અજ્ઞાન પર વિજય મેળવવા માટે મતિજ્ઞાનના ઉપયોગને સમ્યગૂ બનાવવો, કાળાતીત બનાવવો.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org