________________
સાધનાનું ક્ષેત્ર વિશાળ છે
૭૫
સાધના છે.
આત્મા શુદ્ધભાવમાં ભૂમિકા પ્રમાણે હોય છે. પરંતુ સદ્દભાવના કરવાથી રાગભાવ - દ્વેષભાવ - દોષભાવ ક્ષીણ થાય છે. દોષોનું વર્જન થાય છે. ગુણોનું સર્જન થાય છે. સાધનામાં સભાવ એ સ્વરૂપ નથી પરંતુ ઉપકારી છે.
અનાદિકાળની વિભાવદશાને સ્વભાવ કહેવાય છે. કારણ કે જીવ તકૂપ થઈને કાર્ય કરે છે, વૃત્તિ કરે છે. વિભાવનો સ્વભાવ વિનાશી છે. કર્તાને વિભાવના સ્વભાવનું વેદન કરવું પડે છે, તે સ્વવેદન નથી. વિભાવ સંયોગ જાનત છે. તેનો ક્ષય થઈ શકે છે.
જેમ ક્રોધને શમાવવા ક્ષમાભાવ છે. ક્ષમા નિશ્ચયથી શુદ્ધ સ્વભાવ નથી. ક્રોધના પ્રતિપક્ષી તરીકે તે ક્ષમાભાવ સાપેક્ષ છે. ક્રોધથી જેમ શુદ્ધાત્મા ભિન્ન છે. તેમ ક્ષમાભાવથી શુદ્ધાત્મા નિશ્ચયનયથી ભિન્ન છે. ક્રોધને ઉપશમાવવા, શાંત કરવા ક્ષમા સાધન છે. ક્ષમા સાધ્ય નથી. સાધ્ય તો આનંદસ્વરૂપ સ્વભાવ છે. ક્ષમા એ મતિજ્ઞાનનો વિકલ્પ છે. ક્ષમા સ્વરૂપ પ્રતિ ગમન કરાવનાર માત્ર સાધન છે.
જેમ મમતા ટાળવા સમતા સાધન છે. સાપેક્ષ સમતાએ સ્વરૂપ નથી. રાગદ્વેષરહિત ચિત્તની સમસ્થિતિ એ સમતા સ્વરૂપ છે. ક્ષમા આદિ ક્ષયોપશમ ભાવના ગુણો છે. ઉપચરિત સ્વભાવે છે, પણ અનુપચરિત સ્વભાવે નથી. છતાં કોઈના અવગુણ દૂર કરવા ક્ષમાભાવની દઢતા સ્વરૂપ લક્ષ્યમાં ઉપકારક થાય છે. કારણ કે તેનું જીવન દોષરહિત ગુણયુક્ત હોય છે.
પંચાચારના પાલનકર્તા સાધુજનો વર્તમાન જોગવાળા હોય છે. તેમને ભાવિકોળનો વિકલ્પ નહિ, બંધન નહિ, તેથી આર્તધ્યાન નહિ. તેથી તેઓ સુખી છે. તેમનો વચનયોગ અને કાયયોગ સમિતિગુપ્તિવાળો છે. મનોયોગ આત્મભાવમાં વૃદ્ધિ પામે છે. તે તેમનું અધ્યાત્મ રહસ્ય છે. જેમને વર્તમાનમાં જીવતા આવડે છે. તેમને ભૂતકાળ નડતો નથી, અને ભાવિકાળ ઊંચો હોય છે. માટે વર્તમાનમાં જે ઉપયોગ રાખે છે. તેનો ભાવિકાળ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org